સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાની સૌથી મજબૂત કરન્સી, ડોલર પાની કમ ચાય છે એની સામે…

દુનિયામાં ડોલરને સૌથી વધુ મજબૂત કરન્સી માનવામાં આવે છે અને એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. સમાચારોમાં પણ વાંચતા હોઈએ છીએ કે રૂપિયાની સરખામણીએ ડોલર મજબૂત થયો, રૂપિયો નબળો થયો. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં ડોલર કરતાં પણ મજબૂત કોઈ કરન્સી છે તો તમારા માન્યામાં આવે ખરું? આ સવાલનો જવાબમાં હામાં છે અને આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જ જઈ રહ્યા છીએ…

Also read : 2000 રૂપિયા બાદ 200 રૂપિયાની નોટ પર છે RBIની નજર? પાછી ખેંચી 137 કરોડના મૂલ્યની નોટો…

દુનિયામાં ડોલર કરતાં પણ મજબૂત કરન્સી છે અને અમે અહીં જે કરન્સીની વાત કરી રહ્યા છીએ એની કિંમત ડોલર કરતાં પણ વધારે છે. એનું મૂલ્ય જાણીને તમે પણ ચોંકી ઉઠશો. અમે જે વાત કરી રહ્યા છીએ એ કરન્સી છે કુવૈતી દિનાર. કુવૈતી દિનારનું મૂલ્ય ડોલર કરતાં ત્રણ ગણી વધારે છે. એક દિનારની કિંમત 283 રૂપિયાની આસપાસ છે. જો તમે કુવૈતમાં કોઈ વ્યક્તિ 1000 દિનાર કમાવે છે તો ભારતમાં તેનું મૂલ્ય ત્રણ લાખ રૂપિયા થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કુવૈતમાં તમે કમાઈને લખપતિ થઈ શકો છો.

વાત કરીએ કઈ રીતે કુવૈતની કરન્સી દુનિયામાં સૌથી વધુ મજબૂત કરન્સી બની એની તો તેલની તગડી કમાઈ અને ટેક્સ ફ્રી સિસ્ટમ તેમ જ ઈકોનોમિક સ્ટેબિલિટીને કારણે કુવૈતી દિનાર નંબર વનની પોઝિશન પર છે. આ ઉપરાંત કુવૈતમાં ભારતીય કામગારોની સરેરાશ સેલેરી 1,260 દિનાર એટલે કે આશરે 3.5 લાખ રૂપિયા જેટલી હોય છે.

આપણામાંથી મોટાભાગના લોકોને એવું લાગે છે કે ડોલર એ સૌથી મોંઘી કરન્સી છે પરંતુ હકીકતમાં ડોલર 10મા સ્થાને છે અને કુવૈતી દિનાર આ યાદીમાં ટોપ પર છે. કુવૈત સ્કિલ્ડ વર્કર્સને દિવસની 5,640 દિનાર એટલે કે 15 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે.

કુવૈતમાં આઈટી એન્જિનિયરને મહિનાના 626 દિનારનો પગાર ચૂકવવામાં આવે છે એટલે 1.77 લાખ રૂપિયાની કમાણી તો પાકી છે. જો તમે ગ્રેજ્યુએટ છો અને કુવૈતમાં જોબ કરો છો તમે સરેરાશ 500 દિનાર એટલે 1.41 લાખ રૂપિયાની કમાણી દર મહિને કરી શકો છો. કુવૈતમાં મળતો સારો પગાર અને ટેક્સ ફ્રી પૈસાને કારણે દર વર્ષે લાખો ભારતીય ત્યાં નોકરી અને કામની શોધમાં પહોંચે છે.

Also read : આ છે દુનિયાના સૌથી ગરીબ દેશ, ભારત અને પાકિસ્તાનની શું છે સ્થિતિ?

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button