મહારાષ્ટ્રના આ ગામમાં જ્યાં થાય છે સોનાના સિક્કાનો વરસાદ! જાણો આ અનોખી ઘટના પાછળનું રહસ્ય | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના આ ગામમાં જ્યાં થાય છે સોનાના સિક્કાનો વરસાદ! જાણો આ અનોખી ઘટના પાછળનું રહસ્ય

મહારાષ્ટ્રનું કોલ્હાપુર તો હાલમાં મહાદેવી માધુરી નામની હાથિણીના વિવાદને કારણે ખૂબ જ ચગી રહ્યું છે. પરંતુ જો તમને કોઈ કહે કે કોલ્હાપુરનું એક ગામ એવું પણ છે કે જ્યાં સોનાનો વરસાદ થાય છે તો?માનવામાં આવે ખરી આ વાત? સાંભળવામાં ભલે વિચિક્ષ લાગતું હોય પરંતુ હકીકત છે. ચાલો તમને આજે આ અનોખા ગામ વિશે જણાવીએ અને જણાવીએ આખી સ્ટોરી-

વાત છે કોલ્હાપુરના કરવીર તાલુકાના કસબા બીડ ગામની. પાંચથી છ હજારની વસતીવાળા આ ગામમાં મંદિર, જૂના શિલાવલેખ, વીરગાલ અને સૌથી ખાસ કે જમીનમાંથી આજે પણ નીકળતા જૂના સોનાના સિક્કા આ ગામની એક આગવી ઓળખ ઊભી કરી છે. ગામની વાત કરીએ તો ગામવાસીઓની માન્યતા છે કે જેવું ચોમાસુ શરૂ થાય અને મૃગ નક્ષત્ર બેસે એટલે ખેતર, રસ્તાના કિનારા કે ઘરના છાપરા પરથી સોનાના સિક્કા મળી આવે છે. આ સિક્કાને સોનાના બેડા કહેવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ સિક્કા યાદવ કાળના છે.

થોડાક દિવસ પહેલાં જ ગામના અક્કાતાઈ જાધવને ખેતરમાં કામ કરતા સમયે સોનાનો એક સિક્કો મળ્યો હતો અને આ સિક્કા પર કમળની ડિઝાઈન અને બીજી બાજુ કેટલાક અક્ષરો જોવા મળ્યા હતા. આ સિવાય તાનાજી યાગવ અને મહાદેવ બિડકરને પણ અલગ અલગ પ્રસંગે આવી સોનાની મુદ્રાઓ મળી આવી છે.

આ પણ વાંચો: દુબઈ નહીં, ભારતના આ પડોશી દેશમાં મળે છે સસ્તુ સોનુ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આ જ ગામના મનોહર પાટીલ નામની વ્યક્તિને તો છેલ્લાં પાંચ-છ વર્ષમાં 11 જેટલા સોનાના સિક્કા મળ્યા છે. એમાંથી કેટલાક સિક્કા તો તેમણે તેમના સગા-સંબંધીઓને ગિફ્ટમાં આવી દીધા હતા, જ્યારે બાકીના સિક્કાને તેમણે ઘરના મંદિરમાં આશિર્વાદ સમજીને રાખી મૂક્યા છે.

હવે તમને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આવું કેમ થાય છે. આખા મહારાષ્ટ્રમાં માત્ર કસબા બીડમાં જ આ રીતે સોનાના સિક્કા કેમ મળે છે. ગામના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગમાંથી સૌથી વધુ પ્રમાણમાં સિક્કા મળી આવ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં અહીંથી 50 જેટલી સોનાની મુદ્રા મળી આવી છે. આ સાથે 210 વીરગાલ અને અનેક જૂના શિલાલેખ પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: 10 ગ્રામ સોનુ માત્ર 113 રૂપિયામાં? જાણી લો શું છે આખી હકીકત…

ગામવાસીઓ આ ઘટનાની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે એવી માગણી પણ કરી રહ્યા છે, જેથી આવું કેમ થઈ રહ્યું છે એ વિશે જાણી શકાય અને કસબા બીડને દેશના પર્યટનના નક્શા પર એક અલગ અને અનોખી ઓળખ મળી શકે.

ચોંકી ગયા ને આ ગામ વિશે જાણીને? તમે પણ હવે જ્યારે શોર્ટ વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો આ ગામની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button