શું તમે પણ એસી ઓન કરીને ઊંઘો છો? અત્યારે જ છોડી આ આદત, નહીંતર…

અત્યારે આગ દઝાડતી ગરમી પડી રહી છે અને આવી સ્થિતિમાં એક પણ સેકન્ડ પંખા કે એસી વિના રહેવાની કલ્પા કરવી પણ મુશ્કેલ છે. જો તમે પણ રાતના સમયે કે ઊંઘતી વખતે એસી ઓન કરીને ઊંઘો છો તો તમારી આ આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરશો. તમારી આ આદત તમારે આજે જ છોડી દેવી જોઈએ નહીંતર તમારા માટે જોખમ ઊભું થશે.
ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે લોકો પંખો, કૂલર અને એસી ચલાવવાની જરૂર પડે છે. અનેક લોકો તો આખી આખી રાત એસી ચાલુ રાખીને ઊંઘવાની આદત હોય છે. જો રૂમ ઠંડો હોય તો ગરમીનો સામનો નથી કરવો પડતો. પરંતુ આ આરામની આરોગ્યએ કેટલીક કિંમત ચૂકવવી પડે છે. આજે અમે અહીં તમને એસી ચાલુ રાખીને ઊંઘવાથી થતાં નુકસાન અંગે જણાવવા જઈ રહ્યા છીએ.
આપણ વાંચો: તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…
ડ્રાય આઈઝની સમસ્યા

લાંબા સમય સુધી એસી ઓન રાખીને ઊંઘવાથી રૂમનું મોઈશ્ચર ઓછું થાય જાય છે અને જેને કારણે અંદની હવા ડ્રાય થઈ જાય છે. આવી સ્થિતિમાં સવાલે ઉઠો ત્યારે આંખો સૂકી થઈ જાય છે અને આંખોમાં ખંજવાળઆવવાની સમસ્યા જોવા મળી શકે છે. રોજે આવી સ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે.
ડ્રાય સ્કીન

સતત સાતથી આઠ કલાક એસીના કૂલિંગવાળા રૂમમાં ઊંઘવાને કારણે તમને ડ્રાય આઈઝની સાથે સાથે ડ્રાય સ્કિનની સમસ્યા પણ સતાવી શકે છે. એસીની ઠંડકને કારણે સ્કિનનું મોઈશ્ચરાઈઝ કોમ્પ્રોમાઈઝ્ડ થાઈ જાય છે અને સ્કિન ડ્રાય થઈ જાય છે.
આપણ વાંચો: નારિયેળ પાણી પીતી વખતે કરેલી આ ભૂલ તમારા માટે જીવલેણ સાબિત થશે…
શ્વાસ લેવામાં સમસ્યા થવી

રૂમમાં એસીની ઠંડક મેઈન્ટેન રાખવા માટે રૂમના બારી-બારણા બંધ રાખવામાં આવે છે, જેને કારણે રૂમમાં તાજી હવા નથી આવી શકતી, જેને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. આ ઈનડોર એર પોલ્યુટેન્ટ્સને વધવાનો મોકો આપે છે, જે શ્વાસના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે અને એને કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
કફ થવો
એસીની હવા અને રૂમમાં મોઈશ્ચરની કમીને કારણ રેસ્પિરેટરી ટ્રેક્ટને ઈરિટેટ કરી શકે છે. આને કારણે ડ્રાય કફ થવાની સમસ્યા વધી જાય છે. કફ થયા બાદ પણ તમે એસીમાં જ ઊંઘો છો તો ડોક્ટરની મુલાકાત લેવાની નોબત આવી શકે છે.
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?
યુસ્ટેશિયન ટ્યુબની અસર

એસીને કારણે યુસ્ટેશિયન ટ્યુબમાં સંકોચન અને બ્લોકેજ ક્રિયેટ થઈ શકે છે. આને કારણે કોઈ વ્યક્તિને કાન બંધ થઈ જવા જેવો અનુભવ થઈ શકે છે અને એને કારણે ઈન્ફેક્શન થવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
કોર બોડી ટેમ્પરેચર રેગ્યુલેશન સિસ્ટમ પર અસર
શરીર બહારના વાચાવરણના હિસાબે પોતે ટેમ્પરેચરને કન્ટ્રોલ કરે છે, પરંતુ સતત સાતથી આઠ કલાક એસીમાં ઉંઘવાને કારણે તેની આ ક્ષમતા પર અસર જોવા મળે છે. આને કારણે એસીથી બહાર રહીએ ત્યારે કોર બોડી ટેમ્પરેચર રેગ્યુલેશન યોગ્ય રીતે કામ કરતું નથીય