ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…

પહલગામમાં થયેલાં આતંકવાદી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય વાયુસેનાએ બુધવારની સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મુઝફરાબાદ સહિત આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં 21 ઠેકાણાઓને નેસ્તનાબુદ કરી દીધી હતી. આ હુમલામાં મોટી સંખ્યામાં આંતકવાદીઓના સફાયો થઈ ગયો હતો.
ભારતે આ હુમલાને સ્કાલ્પ ક્રૂઝ મિસાઈલ, હેમ બોમ્બનો ઉપયોગ કર્યો હતા. આખરે ભારતે કેમ આ બે શસ્ત્રો પર પસંદગી ઉતારી હતી? શું છે આ બંનેની ખાસિયત? હેમર બોમ્બ કઈ રીતે વિનાશ નોંતરે છે? ચાલો તમને આ બંને ઘાતક હથિયારોની ખાસિયત તેની કિંમત વિશે જણાવીએ-
આપણ વાંચો: પહલગામના પીડિત પરિવારોએ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવ્યું, પાકિસ્તાનના સફાયાની માંગ કરી
સ્કાલ્પ એક લોન્ગ રેન્જ ક્રૂઝ મિસાઈલ છે, જેને ભારત સરકારે ફ્રાન્સથી રાફેલ ડીલ હેઠળ ખરીદ્યા છે. આ મિસાલઈલની રેન્જ 500 કિમીથી વધુ છે અને વજન 1,300 કિલોગ્રામ જેટલું છે. જમીન ઉપર ઉડતી રડારથી બચીને પણ ટાર્ગેટને ડિસ્ટ્રોય કરે છે. ટાર્ગેટ પર સર્જિકલ પ્રિસિશન સાથે હુમલો કરે છે, જેને કારણે જાનમાલનું નુકસાન ખૂબ જ ઓછું થાય છે.

આ મિસાઈલ અંગેની વધુ વિસ્તારથી માહિતી આપતા એક રિપોર્ટમાં જમાવવામાં આવ્યું હતું કે આ મિસાઈલ ઈન્ફ્રારેડ અને જીપીએસ નેવિગેશન પર કામ કરે છે, જેને કારણે જાનમાલનું નુકસાન ખૂબ જ ઓછું થાય છે. એક મિસાઈલની કિંમત આશરે 30થી 35 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: ‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, ઓપરેશન સિંદૂર અંગે રાજનાથ સિંહે આવું કેમ કહ્યું?
વાત કરીએ હેમર બોમ્બની તો તે પણ ફ્રાન્સમાં જ બનાવવામાં આવ્યો છે. આ બોમ્બને ફાઈટર ફ્લાઈટથી લોન્ચ કરવામાં આવે છે. જે જીપીએસ, ઈનિશિયલ નેવિગેશન અને લેજર ગાઈડન્સથી નિશાનો સાધે છે. આ વિધ્વંસક બોમ્બ 60થી 70 કિમી સુધીની રેન્જમાં એકદમ સચોટ નિશાનો સાધે છે.

મળતી માહિતી મુજબ આ બોમ્બ અંડરગ્રાઉન્ડ બંકર અને સેફ હાઉસને પણ નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેનું વજન 125 કિલોગ્રામથી 1000 કિલોગ્રામ સુધી હોય છે. આ બોમ્બને ચાલતી ગાડીઓ, બંકર અને બિલ્ડિંગ જેવા ટાર્ગેટ નષ્ટ કરી શકાય એ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો એક બોમ્બની કિંમત ત્રણથી પાંચ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.