જાણો અંબાણી પરિવારનું અફલાતુન કાર કલેક્શન

મુંબઇઃ જાણીતા બિઝનેસમેન અને ધનકુબેર મુકેશ અંબાણીએ ગઇ કાલે તેમના ઘરે ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત દેશની તમામ જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. એ તો બધા જાણે જ છે કે મુકેશ અંબાણીની ગણના વિશ્વના સૌથી ધનિક લોકોમાં થાય છે, પણ તમને કદાચ એ જાણ નહીં હોય કે અંબાણી પરિવાર મોંઘી કારનો પણ એટલો જ શોખીન છે. વૈભવી લોકોના શોખ પણ વૈભવી જ હોય. તેમના ગેરેજમાં એક એકથી ચઢિયાતી સુપર્બ લક્ઝરી કારોનો કાફલો છે. મુકેશભાઇ અને તેમના પત્ની નીતાબેન બંને વૈભવી કારના શોખીન છે.
મુકેશ અંબાણી પાસે ઘણી કારો છે. મીડિયા અહેવાલો પ્રમાણે તેમની પાસે લગભગ દોઢસો કારનો કાફલો છે. એ બધી કારને રાખવા માટે તેમણે તેમના વૈભવી નિવાસસ્થાન એન્ટિલિયામાં ખાસ વ્યવસ્થા કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ઓડી A9 શેમેલિયોન, રોલ્સ-રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપે કન્વર્ટિબલ, બેન્ટલી બેન્ટેગા, મર્સિડીઝ મેબેક, બેન્ટલી કોન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પુર, રોલ્સ-રોયસ ફેન્ટમ અને અન્ય ઘણી અફલાતુન કાર ધરાવે છે.
મુકેશ અંબાણીની સ્ટાઇલિશ કાર Audi A9 વિશે વાત કરીએ તો તે 2-દરવાજાની કૂપ કાર છે. 5 મીટર લાંબી આ કાર એકદમ રિફાઈન્ડ ઈન્ટિરિયર સાથે આવે છે. આ કારમાં 4.0 લિટર V8 એન્જિન છે. પાવરફુલ એન્જિનવાળી આ કારમાં 637 એચપીનો પાવર છે. આ કાર રોડ પર 250 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. આ કારની એક્સ શઓરૂમ કિંમત લગભગ 2.30 કરોડ રૂપિયા છે. તેમની મર્સિડીઝ મેબેક કાર વિશે વાત કરીએ તો તેમાં હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન છે. આ પાવરફુલ કારમાં 3982 થી 5980 સીસી એન્જિનના વિકલ્પો આપવામાં આવ્યા છે. મર્સિડીઝ-બેન્ઝ મેબેક વિવિધ વેરિયન્ટ્સમાં આવે છે , જેમાં 496 થી 603 bhpસુધીની પાવર અને 700 થી 900 Nm સુધીની પીક ટોર્ક ઓફર કરવામાં આવે છે. મર્સિડીઝ-બેન્ઝ મેબેકમાં ઓલ વ્હીલ ડ્રાઇવ ઉપલબ્ધ છે. આ કાર માત્ર 4.5 સેકન્ડમાં સ્પીડ પકડી લે છે. આ કારના વિવિધ વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 2.69 કરોડ રૂપિયાથી 3.40 કરોડ રૂપિયા છે.
Very important info for GK as well as UPSC exams..
Thank you.