વોટ્સએપ વાપરનારા માટે જાણો મોટા ન્યૂઝઃ નવા ફીચર માટે ચૂકવવી પડશે રકમ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા જાયન્ટ મેટાનું વોટ્સએપ આખી દુનિયામાં સૌથી લોકપ્રિય કોલિંગ અને મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં દરેક અપડેટ બાદ એપમાં નવા-નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે અને હવે વોટ્સએપ વધુ એક નવા ફીચરને લોન્ચ કરવા જય રહ્યું છે. જોકે આ ફીચર માત્ર બિઝનેસ એકાઉન્ટ માટે હશે અને તે માટે અમુક રકમ પણ ચૂકવવાની રહેશે.
એક અહેવાલ મુજબ વોટ્સએપ તરફથી ઇન્ટરનેશનલ વન-ટાઈમ પાસવર્ડ (OTP) ફીચરની નવી કેટેગરી બિઝનેસ એકાઉન્ટને આપવામાં આવવાની છે. આ ફીચરથી ભારતના બિઝનેસ એકાઉન્ટ તેમના બિઝનેસથી સંબંધિત મેસેજ લોકોને મોકલી શકશે અને આ મેસેજ મોકલવા માટે વસૂલવામાં આવતી ફીથી વોટ્સએપ કંપનીને પણ આર્થિક ફાયદો થવાની આશા છે. વોટ્સએપના સામાન્ય યુઝર્સ વગર કોઈ ફી આપે એપના ફીચર વાપરી શકે છે, એવું જણાવવામાં આવ્યું હતું.
વોટ્સએપના નવા ઇન્ટરનેશનલ બિઝનેસ મેસેજ કેટેગરીમાં પ્રત્યેક મેસેજ માટે કંપનીને 2.3 રૂપિયા ચૂકવવામાં રહેશે. આ નવો અપડેટ અને ફીચર એક જૂનથી શરૂ કરવામાં આવવાનો છે, જેની અસર ભારત અને ઇન્ડોનેશિયાના વેપાર પર જોવા મળવાની છે.
આપણ વાંચો: PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા
એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી દુનિયાની ટોચની કંપનીઓને ઇન્ટરનેશનલ ઓટીપી વેરિફિકેશન માટે મોટી રકમ ચૂકવવી પડે છે, પણ વોટ્સએપ દ્વારા આ ફીચરને શરૂ કર્યા બાદ આ કંપનીઓને ઓછી કિંમતે ઓટીપીની સેવા અને ફીચરનો લાભ મળવાનો છે.
ભારતમાં અનેક બિઝનેસ ફર્મ અને કંપનીઓનો મેસેજ ગ્રોથનું માર્કેટ લગભગ 7600 કરોડ રૂપિયાની પહોંચી ગયું છે. આ મેસેજ સેવામાં એસએમએસ, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લૉગ-ઈન, નાણાકીય વ્યવહારો, સેવા વિતરણ વગેરે સેવાનો લાભ બિઝનેસ એકાઉન્ટને આપવામાં આવશે.