Chequeથી પૈસા ઉપાડતી વખતે કેમ પાછળ સહી કરાવવામાં આવે છે, જાણો છો?
આજે ભલે પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઈ હોય પણ આજની થોડાક વર્ષો પહેલાં સુધી તો પૈસા ઉપાડવા માટે ચેકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો તમે પણ ચેકથી પૈસા ઉપાડ્યા હશે તો તમને ખ્યાલ હશે કે ચેકની પાછળ પણ ખાતાધારકની સહી હોવી ખૂબ જ જરૂરી છે. પણ શું તમને ખબર છે આ પાછળનું કારણ શું છે? કે પછી કઈ પરિસ્થિતિમાં ચેકની પાછળ આ રીતે સહી કરવામાં આવે છે? મોટાભાગના લોકોને આ પાછળનું કારણ શું છે એ નહીં ખબર હોય તો ચાલો તમને જણાવીએ-
જો તમારો ચેક બેરર (Bearer Cheque) છે તો એની પાછળ સાઈન કરવું ખૂબ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે ચેકમાં ઘણી વખત કોઈનું નામ નથી લખેલું હોતું. આવી પરિસ્થિતિમાં એવું બની શકે છે કે ચેક લઈને આવનાર વ્યક્તિને ચેક ક્યાંકથી મળી આવ્યો હોય અને તે એ લઈને આવ્યો હોય. આ કારણે બેંક પોતાની બાજુ સુરક્ષિત રાખવા માટે ચેક લઈને આવનાર વ્યક્તિ પાસેથી પાછળ સાઈન કરાવી લે છે.
આ પણ વાંચો : આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી
બેરર ચેકનો અર્થ એવો થાય છે જે વ્યક્તિ ચેક લઈને આવે છે એ પૈસા ઉપાડી શકાય છે, પછી ચેક પર ભલે કોઈનું પણ નામ કેમ ના લખ્યું હોય. આ ચેકથી બીજી વ્યક્તિ પૈસા ઉપાડી શકવાની સુવિધા પૂરી પાડે છે આ ચેક. આવા કેસમાં કોઈ પણ પ્રકારની ગરબડ કે મુસીબતમાં પડતાં બચવા માટે ચેક લઈને આવનાર વ્યક્તિ પાસેથી સાઈન કરાવી લે છે.
ઓર્ડર ચેકની પાછળ સાઈન કરવાની જોઈ જરૂર નથી રહેતી. ઓર્ડર ચેકથી પૈસા એ જ વ્યક્તિને આપવામાં આવે છે જેનું નામ ચેક પર લખવામાં આવ્યું છે. આ ચેક પર એવું પણ લખવામાં આવ્યું છે કે તે ઓર્ડર ચેક છે નહીં કે બેરર ચેક. આ ચેક પરથી પૈસા ઉપાડતી વખતે એ વ્યક્તિએ બેંકમાં હાજર રહેવું જરૂરી છે જેનું નામ એના પર લખ્યું છે અને આ જ કારણ છે કે ઓર્ડર ચેક પર સાઈનની જરૂર નથી રહેતી. જોકે, આ ચેક પર પણ પૈસા આપતી વખતે બેંકના કર્મચારી એ વાતની તપાસ કરે છે અને સંતોષકારક સમાધાન મળ્યા બાદ જ વ્યક્તિને પૈસા આપે છે.
હવે જ્યારે તમને પણ કોઈ પૂછે કે ચેકની પાછળ સહી કરવી કેમ જરૂરી છે, આ પાછળનું કારણ શું છે તો તેમની સાથે પણ આ માહિતી ચોક્કસ શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને…