મનોરંજનસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

રાહુલ-આથિયાને કોહલીએ ‘અપાવ્યા’ 40 લાખ રૂપિયા, જાણો કેવી રીતે…

બીજા ઘણા ખેલાડીઓની ચીજો દ્વારા સેલિબ્રિટી કપલને મળ્યા કુલ 1.93 કરોડ રૂપિયા

મુંબઈ: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ અને તેની ઍક્ટ્રેસ-પત્ની આથિયા શેટ્ટીએ શુક્રવારે મુંબઈમાં ‘ક્રિકેટ ફૉર ચૅરિટી’ ઑક્શન ઇવેન્ટ રાખી હતી. આ ઇવેન્ટને જબરદસ્ત સફળતા મળી હતી, કારણકે એમાં કુલ મળીને 1.93 કરોડ રૂપિયા ઊભા થયા હતા.

સમાજના પાયાભૂત સુવિધાઓથી વંચિત રહેનાર ગરીબ બાળકોને (ખાસ કરીને દિવ્યાંગ બાળકોને) સારું શિક્ષણ પૂરું પાડવાના હેતુથી આ ચૅરિટી ફંક્શન રાખવામાં આવ્યું હતું અને એમાં વિરાટ કોહલીની તેના ઑટોગ્રાફવાળી જર્સી તેમ જ બીજી ચીજોની બોલબાલા હતી. કોહલીની એક જર્સીના 40 લાખ રૂપિયા ઊપજ્યા હતા.

આ પણ વાંચો: અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’

સમાજમાં બદલાવ લાવવામાં ખેલકૂદ ક્ષેત્ર કેટલું બધુ ઉપયોગી થઈ શકે એનો પુરાવો આ ઇવેન્ટ પરથી મળ્યો છે.
કોહલીની માત્ર જર્સી નહીં, તેના ઑટોગ્રાફવાળા ગ્લવ્ઝ પણ ખૂબ ડિમાન્ડમાં હતા. તેના બૅટિંગ ગ્લવ્ઝની એક જોડી 28 લાખ રૂપિયામાં વેચાઈ હતી.

રોહિત શર્માનું તેના જ ઑટોગ્રાફવાળું બૅટ પણ આ ઇવેન્ટમાં સ્ટાર-અટ્રૅક્શન હતું. તેના એક બૅટના 24 લાખ રૂપિયા ઊપજ્યા હતા.

એમ. એસ. ધોનીનું બૅટ પણ ઑક્શનમાં થોડી જ વારમાં ખરીદી લેવામાં આવ્યું હતું. એ બૅટના 13 લાખ ઊપજ્યા હતા. રાહુલ દ્રવિડના બૅટના 11 લાખ રૂપિયા તેમ જ ખુદ કે. એલ. રાહુલની (ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ઑટોગ્રાફવાળી) ટેસ્ટ જર્સીના 11 લાખ રૂપિયા મળ્યા હતા.

વિપ્લા ફાઉન્ડેશન માટે આ ઑક્શન યોજવામાં આવ્યું હતું અને સંબંધિત ખેલાડીના ઑટોગ્રાફવાળી ચીજોની હરાજીથી ઉપજેલી બધી રકમ ફાઉન્ડેશનના સાંભળી ન શક્તા બાળકો તેમ જ માનસિક રીતે નબળા બાળકોના લાભાર્થે ફાઉન્ડેશનને આપી દેવામાં આવશે.

આ ફાઉન્ડેશન કે. એલ. રાહુલના દાદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને એની સાથે સંકળાયેલા સમાજના કચડાયેલા વર્ગના બાળકોને મદદરૂપ થવાનો રાહુલ-આથિયા આશય આ ઇવેન્ટ મારફત પૂરો કરવામાં આવી રહ્યો છે.

ઑક્શનમાં કયા પ્લેયરની કઈ ચીજ કેટલામાં વેચાઈ?

(1) વિરાટ કોહલીની જર્સી: 40 લાખ રૂપિયા
(2) વિરાટ કોહલીના બૅટિંગ ગ્લવ્ઝ: 28 લાખ રૂપિયા
(3) રોહિત શર્માનું બૅટ: 24 લાખ રૂપિયા
(4) રોહિત શર્માના બૅટિંગ ગ્લવ્ઝ: 7.50 લાખ રૂપિયા
(5) એમ. એસ. ધોનીનું બૅટ: 13 લાખ રૂપિયા
(6) એમ. એસ. ધોનીના બૅટિંગ ગ્લવ્ઝ: 3.50 લાખ રૂપિયા
(7) રાહુલ દ્રવિડનું બૅટ: 11 લાખ રૂપિયા
(8) કે. એલ. રાહુલની ટેસ્ટ જર્સી: 11 લાખ રૂપિયા
(9) કે. એલ. રાહુલનું બૅટ: 7 લાખ રૂપિયા
(10) કે. એલ. રાહુલની જર્સી: 3.80 લાખ રૂપિયા
(11) કે. એલ. રાહુલની કૅપ: 2.20 લાખ રૂપિયા
(12) કે. એલ. રાહુલના બૅટિંગ પૅડ: 2.40 લાખ રૂપિયા
(13) કે. એલ. રાહુલની હેલ્મેટ: 4.20 લાખ રૂપિયા
(14) કે. એલ. રાહુલનું બૅટિંગ ગ્લવ્ઝ: 1.60 લાખ રૂપિયા
(15) ચહલની રાજસ્થાન રૉયલ્સવાળી જર્સી: 50,000 રૂપિયા
(16) જૉસ બટલરની રાજસ્થાન રૉયલ્સવાળી જર્સી: 55,000 રૂપિયા
(17) જસપ્રીત બુમરાહની જર્સી: 8 લાખ રૂપિયા
(18) ક્વિન્ટન ડિકૉકના વિકેટકીપિંગના ગ્લવ્ઝ: 1.10 લાખ રૂપિયા
(19) સંજુ સૅમસનની રાજસ્થાન રૉયલ્સવાળી જર્સી: 50,000 રૂપિયા
(20) નિકોલસ પૂરનની લખનઊની ટીમવાળી જર્સી: 45,000 રૂપિયા
(21) આર. અશ્ર્વિનની ટેસ્ટ જર્સી: 4.20 લાખ રૂપિયા
(22) રિષભ પંતનું બૅટ: 7 લાખ રૂપિયા
(23) રિષભ પંતના વિકેટકીપિંગના ગ્લવ્ઝ: 3.80 લાખ રૂપિયા
(24) શ્રેયસ ઐયરનું બૅટ: 2.80 લાખ રૂપિયા
(25) રવીન્દ્ર જાડેજાની સીએસકેવાળી જર્સીૅ 2.40 લાખ રૂપિયા
(26) લખનઊના પ્લેયર્સના ઑટોગ્રાફવાળું બૅટ: 2.80 લાખ રૂપિયા

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…