નેશનલસ્પેશિયલ ફિચર્સ

કિમ કાર્દેશિયને અંબાણી વેડિંગમાં કોની સાથે સેલ્ફી લીધી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ભાગરૂપે શુભ આશીર્વાદ સમારોહમાં દુનિયાભરના મહાનુભાવો પધાર્યા હતા. પીએમ મોદીથી લઇને અનેક રાજકીય વ્યક્તિઓ, બોલિવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટીસ, વિદેશી સ્ટાર્સ અને રાજકીય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હોલિવૂડ સ્ટાર કિમ કાર્દેશિયને પણ આ બીગ ફેટ વેડિંગમાં હાજરી આપી હતી. બોલિવૂડ મલ્લિકા ઐશ્વર્યા રાય બચ્ચન અને કિમ કાર્દેશિયને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.

લગ્નના અને આશિર્વાદ સમારોહના અગણિત ફોટાઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, તેમાં કિમ કાર્દાશિયન અને ઐશ્વર્યા રાય બંનેની એક સાથેની તસવીર હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ફોટોમાં કિમ કાર્દાશિયન ઐશ્વર્યા રાય સાથે તસવીર લેતી જોવા મળી રહી છે. કલરફુલ આઉટફિટમાં સજ્જ બોલિવૂડ એક્ટ્રેસ સ્મિત કરતી જોવા મળી હતી જ્યારે કિમ કાર્દાશિયન પાઉટ કરતી હતી. કિમ કાર્દાશિયને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર “ક્વીન” કેપ્શન સાથે ફોટો શેર કર્યો હતો.
કિમ શુક્રવારે મુંબઈ આવી હતી. તેની સાથે તેની બહેન ખલો કાર્દાશિયન પણ અંબાણી પુત્રના લગ્નમાં ભાગ લેવા મુંબઇ હતી. કાર્દશિયન બહેનોએ લગ્ન અને શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ લગ્ન સમારંભો માટે પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ હતા. જ્યારે કિમ લાલ અને સફેદ આઉટફિટમાં જોવા મળી હતી, તો ખલોએ ગુલાબી અને બેજ રંગનો આઉટફિટ પહેર્યો હતો.

આ ભવ્ય લગ્નમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારને છોડીને તેની દીકરી સાથે આવી હતી. અભિષેક બચ્ચન તેના માતા-પિતા અને સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અને તેની બહેન શ્વેતા બચ્ચન નંદાના પરિવાર સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો. જોકે, ત્યાર બાદ કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં ઐશ્વર્યા અભિષેકની બાજુમાં બેઠેલી જોવા મળે છે. તેની બાજુમાં આરાધ્યા પણ છે. હૃતિક રોશન અભિષેકની બાજુમાં બેઠેલો જોવા મળે છે. આ વાયરલ ફોટોએ પણ ચાહકો અને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button