અંબાણીઝને પણ ટક્કર મારે એવા છે આ બોલીવૂડ એક્ટ્રેસના ઠાઠ, સોનાના બ્રશથી તો…
લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની વાત આવે તો સૌથી પહેલાં મગજમાં આવે અંબાણી પરિવાર. પરંતુ આજે આપણે અંબાણી પરિવાર નહીં પણ બોલીવૂડની એક એવી એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના ઠાઠ અંબાણી પરિવારને પણ ટક્કર મારે એવા છે અને આ વાતનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે આ એક્ટ્રેસ સોનાના બ્રશથી તો બ્રશ કરે છે. તમને પણ આ એક્ટ્રેસ કોણ છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ.
આ પણ વાંચો : શાહરુખ ખાને દીકરા આર્યન ખાનના ડેબ્યૂની કરી જાહેરાત
આ એક્ટ્રેસ છે કિયારા અડવાણી. કિયારા અડવાણી બોલીવૂડની દીવા છે અને તે પોતાની એક્ટિંગની સાથે સાથે જ પોતાની સુંદરતા તેમ જ સ્ટાઈલિશ અંદાજ માટે પણ તે ફેન્સની ફેવરેટ છે. હવે કિયારાએ પોતાની અમીરીની ફ્લોન્ટ કરતાં સોશિયલ મીડિયા પર પોતાના ટુથ બ્રશનો ફોટો શેર કર્યો છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે કિયારાના ટુથ બ્રશમાં એવું તે શું ખાસ છે, જેને કારણે સોશિયલ મીડિયા પર તેનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે તો તમારા સવાલના જવાબ આપી દઈએ કે કિયારાનો આ ટુથ બ્રશ કોઈ નોર્મલ બ્રશ નથી. કિયારા સોનાના ટુથ બ્રશથી દાંત સાફ કરે છે. કિયારાએ હાલમાં જ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ટુથ બ્રશનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે મને જણાવ્યા વિના કહો તે તમે સિંધી છો…
કિયારાના આ ગોલ્ડ ટુથ બ્રશે સોશિયલ મીડિયા પર મચાવી દીધી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની ફિરકી લઈ રહ્યા છે. કમેન્ટ બોક્સમાં એકથી ચઢિયાતી એક કમેન્ટ્સ જોવા મળી રહી છે. એક યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે અંબાણીના લગ્ન અટેન્ડ કરવાની સાઈડ ઈફેક્ટ. બીજા એક યુઝરે લખ્યું છે કે જ્યારે આ બ્રશ ખરાબ થઈ જાય ત્યારે મારા ઘરે ફેંકી દેજે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે તો શું આખી ઉંમર દાંત નહીં પડે?
આ પણ વાંચો : સુસ્મિતા સેનના જન્મદિવસ પર દીકરી રેનીએ ગાયું ગીત, અભિનેત્રીએ પણ આપી પ્રતિક્રિયા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી ટૂંક સમયમાં જ ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે રામ ચરણ સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે ટોક્સિક અને વોર ટુ જેવી ફિલ્મો પણ છે.