Car Insurance Claim કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાત, નહીંતર…
આપણામાંથી મોટાભાગના લોકો કાર લેવાની સાથે સાથે જ Car Insuarance પણ કઢાવે છે અને આપણામાંથી ઘણા લોકોને કાર એક્સિડન્ટ થયા પછી ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે ધક્કા ખાવાનો વારો આવે છે. ઈન્શ્યોરન્સ હોલ્ડર એક્સિડન્ટ બાદ ઈન્શ્યોરન્સ ફાઈલ કરે છે, પણ તે કોઈને કોઈ કારણસર રિજેક્ટ થઈ જાય છે અને ઈન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થયા પછી પોલિસી હોલ્ડરને ખુદ જાણ જ નથી હોતી કે, આખરે એમનો ક્લેઈમ રિજેક્ટ શા માટે થયો છે. આજે અમે તમને અહીં કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું ધ્યાન રાખીને ક્લેમ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી ઈન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થતો નથી.
કાર ક્લેમ કરતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો-
ડોક્યુમેન્ટ્સ છે ખૂબ જ જરૂરી…
કારનો ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરતી વખતે ઘણીવાર ડોક્યુમેન્ટ્સ ખોટા હોય અને ક્લિઅર ના હોવાના કારણે પણ મોટાભાગના ઈન્શ્યોરન્સ ક્લેઈમ રિજેક્ટ થઈ જાય છે. પરિણામે જો તમે પણ ઈચ્છો છો કે તમારો ક્લેઈમ રિજેક્ટ ના થાય એટલે તમારા ડોક્યુમેન્ટ્સ ક્લિયર રાખો અને આ કારણોસર ઈન્શ્યોરન્સ ક્લેમ કરતા સમયે યોગ્ય ડોક્યુમેન્ટ ફાઈલ જરૂરથી કરવા જોઈએ.
પહેલાં પોલિસી વાંચી લો…
આપણામાંથી ઘણા લોકો એવું કરે છે કે ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરતી વખતે પોલિસી ધ્યાની નથી વાંચતા અને એને કારણે ક્લેઈમ કરતી વખતે પ્રોબ્લેમ થાય છે. ઘણીવાર પોલિસીમાં શું કવર છે અને શું કવર નથી એના વિશે પૂરતી માહિતી નથી હોતી જેને કારણે ક્લેઈમ રિજેક્ટ થઈ જાય છે. આવી સમસ્યાથી બચવા માટે ક્લેઈમ ફાઈલ કરતાં પહેલાં પોલિસીને યોગ્ય રીતે વાંચી લેવી જોઈએ.
યોગ્ય સમયે કરો કંપનીને જાણ…
સંબંધિત કંપની દ્વારા યુઝર્સને જણાવવામાં આવે છે કે એક્સિડન્ટ થાય તો કેટલાક કલાકમાં તેની કંપનીને જાણ કરવી જોઈએ. જો એ સમય બાદ કંપનીને ક્લેઈમની જાણ કરવામાં આવે છે તો તમારો ક્લેઈમ રિજેક્ટ થઈ જાય છે. જો તે પણ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા કલાકોમાં જ એક્સિડન્ટ વિશે જાણ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ નહીં થાય છે.
કારની ચોરાઈ જાય તો…
કારનું એક્સિડન્ટ નથી થયું પણ કાર ચોરાઈ ગઈ છે તો આવા કિસ્સામાં ક્લેઈમ કરતાં પહેલાં પોલીસ સ્ટેશનમાં આ અંગેની FIR નોંધાવી દેવી જોઈએ, કારણ કે કારની ચોરીના કારણે કારનો ઈન્શ્યોરન્સ ક્લેઈમ ફાઈલ કરશો તો તે માટે FIRની કોપીની જરૂર સૌથી પહેલાં પડે છે.
કારની પોલિસી તમારા નામ પર ટ્રાન્સ્ફર કરાવો…
જો તમે કાર કોઈ પાસેથી સેકન્ડહેન્ડ ખરીદી છે અને એની પોલિસી કોઈ બીજી વ્યક્તિના નામ પર છે તો પણ તમારો ક્લેઈમ રિજેક્ટ થઈ શકે છે. આ માટે તમારે સૌથી પહેલાં કારની પોલિસી તમારા નામ પર ટ્રાન્સફર કરાવી લો જેથી ક્લેઈમમાં કોઈ સમસ્યા ના આવે…