100 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું જૂનું જેકેટ, ખિસ્સામાં હાથ નાખ્યો તો…

આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે જેમને મોંઘીદાટ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને જૂની-પૂરાની એન્ટિક વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે એટલા માટે નહીં કે તેનાથી પૈસા બચે છે, પણ હા એમને એવો શોખ હોય છે. આજે આપણે અહીં એવી જ એક ઘટના વિશે વાત કરીશું જેમાં એક મહિલાએ 100 રૂપિયામાં જૂનું જેકેટ ખરીદ્યું હતું અને જેવો મહિલાએ જેકેટના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેણે જે જોયું એ જોઈને કે ખુદ ચોંકી ઉઠી હતી. આવો જોઈએ આખરે એવું તે શું હતુ એ જેકેટના ખિસ્સામાં…
એક રિપોર્ટ અનુસાર કે વોકર નામની મહિલાને એવી આદત હતી તે પોતાના પૈસા બચાવવા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદતી હતી. એક વખત આ જ રીતે તેણે એક કોટ ખરીદ્યું હતું. પરંતુ એ કોટ ખરીદ્યા બાદ એના પોકેટમાં હાથ નાખતાં જ મહિલાને જે અનુભવ કયો એ અવિસ્મરણીય હતો, મહિલા ખુદ ચોંકી ઉઠી હતી.
આ પણ વાંચો : શું તમે પણ 9થી 5ની જોબ કરો છો…? તો આ સમાચાર તમારી માટે જ છે
કે વોકરે એક ચેરિટી શોપમાંથી એક પાઉન્ડ એટલે કે (100 રૂપિયામાં)માં જેકેટ ખરીદ્યું હતું. આ જેકેટ પહેરીને તે પાર્ટીમાં પહોંચી ગઈ હતી. પાર્ટીમાં જ્યારે વોકરે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના હાથમાં જે આવ્યું એ ખરેખર કમાલનું હતું. વાત જાણે એમ છે કે મહિલાના હાથમાં 20 વર્ષ જૂની બે ટિકિટો આવી અને આ ટિકિટ ફેમસ સિંગર લુસિયાનો પેવરોતીના કોન્સર્ટની હતી. વોકરે આ ટિરિટને ધ્યાનથી જોયું તો તે 30મી સપ્ટેમ્બર,1995માં થયેલા કોન્સર્ટની એ ટિકિટ હતી.
આમ તો એ ટિકિટની કિંમત એટલી નહોતી એ સમયે ટિકિટ 55 પાઉન્ટ એટલે કે 5826 રૂપિયામાં ખરીદવામાં આવી ગચી. રસપ્રદ તો એ છે કે જે સિંગરના કોન્સર્ટની એ ટિકિટો હતી તે ઈટાલિયા 90 વર્લ્ડકપમાં ગાયેલા ગીતો માટે પણ ફેમસ હતા અને 2007માં જ તેમનું નિધન થયું હતું.
કે વોકર ખુદ વિશ્વાસ નહોતી કરી શકી કે તેના કોટમાંથી આટલી જૂની ટિકિટ કે મહત્ત્વની વસ્તુ મળી આવી છે. કે વોકર લુસિયાનો પેવરોતીની ફેન તો નથી પણ તેને એ વાતનો અંદાજ હતો કે પેવરોતી કેટલા ફેમસ હતા. તેણે આ વાત પોતાની દીકરીને પણ જણાવી હતી તો બંને એ પણ ચોંકી ઉઠી હતી કે આખરે તેમને આટલી જૂની ટિકિટો કઈ રીતે મળી? હજી સુધી તો તેમને જૂના કપડામાંથી ટોફી કે પછી કોઈ જૂના બિલ વગેરે જ મળતાં હતા.