ભારતના આ શહેરમાં કાંદા-લસણનું સેવન જ નહીં પણ ખેતી પર પણ છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી ઉઠશો…

ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીંના લોકો સંસ્કૃતિ, પરંપરા અને ખાનપાનથી દુનિયાભરના લોકોને ચકિત કરે છે. અહીંના અમુક વિસ્તારોમાં વસતા લોકો શુદ્ધ શાકાહારી છે તો અમુક લોકો માંસાહારી.
પરંતુ આ બંને પ્રકારના લોકોના રસોડામાં એક વસ્તુ કોમન જોવા મળશે અને એ એટલે કાંદા કે જેને આપણે ડુંગળી તરીકે પણ ઓળખીએ છીએ. કાંદા વિના રસોઈ અધૂરી અને બેસ્વાદ લાગે છે, પરંતુ શું તમને ખબર છે કે દેશનું એક શહેર એવું પણ છે કે જ્યાં કાંદાનું સેવન કરવું પ્રતિબંધિત છે? અહીંની કોઈ પણ હોટેલ કે રેસ્ટોરાં કાંદા સેલડ તરીકે સર્વ નથી કરવામાં આવતા. ચાલો તમને આ શહેર વિશે જણાવીએ…
આપણ વાચો: ઈલેક્શનમાં કાંદા-લસણ રડાવશેઃ રાજકીય પક્ષો ટેન્શનમાં
અમે અહીં જે શહેરની વાત કરી રહ્યા છીએ એ છે જમ્મુ કાશ્મીરનું કટરા. કટરા એ વૈષ્ણોદેવીની યાત્રાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ શહેરમાં કોઈ કાંદા-લસણનું નામ પણ નથી લેતું. કટરા શહેર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં આવે છે. ધાર્મિક વાતાવરણની પવિત્રતા જાળવી રાખવા માટે પ્રશાસને અહીં કાંદા લસણના વપરાશ, ખેતી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
કટરાની ખાસ વાત તો એ છે કે અહીંની કોઈ હોટેલ, રેસ્ટોરાં કે ધાબા પર પણ લસણ કે કાંદાનો વપરાશ નથી કરવામાં આવતો કે ન તો ગ્રોસરી સ્ટોરમાં કાંદાનું વેચાણ થાય છે. તેમ છતાં પણ તમને અહીંની વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. અહીં આવનારા ભક્તોને સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે, જે સ્વાદ અને આસ્થાનું સંતુલન જાળવી રાખે છે.
આ પરંપરાને જાળવી રાખવામાં સ્થાનિક લોકોનું પણ ખૂબ જ મોટું યોગદાન છે. પ્રશાસનની સાથે સાથે સ્થાનિર લોકો પણ કાંદા અને લસણથી દૂર રહેવાને પોતાની ધાર્મિક જવાબદારી માને છે. અનેક દુકાનદારોએ પણ જણાવ્યું હતું કે પર્યટકો અહીં આવીને કાંદા અને લસણ માંગે છે પરંતુ તેઓ ખૂબ જ વિનમ્રતાથી તેમને ના પાડીને બીજા સાત્વિક વિકલ્પ સૂચવે છે.
કટરા ભારતનું એક માત્ર એવું શહેર છે કે જ્યાંના લોકોએ કાંદા જેવી રોજબરોજના જીવનમાં વપરાતી વસ્તુને પણ શ્રદ્ધાપૂર્વક ત્યાગી દીધી છે. આ એક ધાર્મિક નિર્ણય નહીં પણ અનુશાસન અને સામુહિક આસ્થાની મિસાલ છે. લોકો માને છે કે માતા વૈષ્ણોદેવીની નગરીમાં સાત્વિકતા બનાવી રાખવી જ સૌથી મોટી ભક્તિ છે.
કટરા આજે માત્ર ધાર્મિક પર્યટનનું કેન્દ્ર જ નહીં પણ એ પણ દર્શાવે છે કે કઈ રીતે આસ્થા સાથે સંકળાયેલી પરંપરા કઈ રીતે સમાજનો હિસ્સો બની શકે છે. આ શહેરે સાબિત કરી દીધું છે કે જો લોકો એક વખત નિર્ધાર કરી લે તો કોઈ પણ નિયમને આત્મસાત કરીને ઉચ્ચ સંસ્કૃતિનું રૂપ આપી શકે છે.



