ગુરુ થશે વક્રી, પાંચ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને ગોચર કરવા વિશેની ચોક્કસ માહિતી આપવામાં આવી છે અને ઓક્ટોબર મહિનામાં આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે. આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કયો છે આ ગ્રહ અને ક્યારે થઈ રહ્યું છે આ ગોચર…
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પાંચ દિવસ બાદ એટલે નવમી ઓક્ટોબરના 9મી ઓક્ટોબરના ગુરુ વૃષભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દિવસે સવારે 10.01 વાગ્યે વક્રી થશે અને એને કારણે અનેક રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુના રાશિના પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને ગુરુનું વક્રી થવાથી કેટલીક રાશિઓને લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી…
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું વક્રી થવું શુભ સાબિત થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે. આકસ્મિક ધનલાભ થશે. કોઈ સામાચાર સાંભળવા મળી શકે છે. આ સમયે તમને દરેક કામમાં સફળતા મળશે.
કર્કઃ
ગુરુ વૃષભ રાશિમાં વક્રી થઈને કર્ક રાશિના જાતકોને લાભ કરાવી રહ્યો છે. કામના સ્થળે પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. કોઈ નવા કામ કરવા માટે અનુકૂળ સમય છે. વેપારીઓ માટે આ સમય એકદમ સકારાત્મક છે.
કન્યાઃ
કન્યા રાશિના વેપાર કરી રહેલાં વેપારીઓ માટે આ સમયગાળો લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર મળી રહ્યા છે. પૈતૃક સંપત્તિ બાબતે પણ જો કોઈ વિવાદ ચાલી રહ્યા હશે તો નિર્ણય તમારી તરફેણમાં આવશે.
વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે ગુરુના વક્રી થવાથી ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે. લાંબા સમયથી અધૂરી કોઈ ઈચ્છા પૂરી થશે. નોકરીને કારણે વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે.
આ પણ વાંચો : માતા દુર્ગાને છે આ રાશિઓ પ્રિય, જોઇ લો તમારી રાશિ પણ છે ને!
ધનઃ
ધન રાશિના જાતકો માટે ગુરુનું વક્રી થવું સકારાત્મક પરિણામ આપશે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો. પ્રગતિના નવા નવા દ્વારા ખુલશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તેમનો સાથ-સહકાર મળશે.