જન્માષ્ટમી 15 કે 16 ઓગસ્ટ? જાણો ક્યારે છે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

રક્ષાબંધન બાદ હવે જો સૌથી વધુ કોઈ તહેવારની રાહ જોવાતી હોય તો તે છે જન્માષ્ટમી. પરંતુ જન્માષ્ટમીને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. અમુક લોકોનું કહેવું છે કે જન્માષ્ટમી 15મી ઓગસ્ટના છે તો કેટલાક લોકોને કહેવું છે કે 16મી ઓગસ્ટના જન્માષ્ટમી છે. જો તમને પણ આવું કન્ફ્યુઝન છે તો આ સ્ટોરી તમારા માટે જ છે, કારણ કે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આખરે જન્માષ્ટમી છે ક્યારે?
પૌરાણિક માન્યતા અનુસાર ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના અને રોહિણી નક્ષત્રના સંયોગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાતે થયો અને એટલે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વખતની જન્માષ્ટમી એટલે પણ ખાસ છે કારણ કે આ વખતે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહી છે. આવો જોઈએ જન્માષ્ટમીની પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ.

આ છે શુભ મુહૂર્ત
આ વખતે જન્માષ્ટમીની પૂજાનો શુભ સમય 16મી અને 17મી ઓગસ્ટના મધરાતે 12.04 કલાકથી બપોરે 12.47 કલાક સુધી રહેશે. જ્યારે ચંદ્રોદય 16મી ઓગસ્ટના રાતે 11.32 વાગ્યા સુધી રહેશે. વ્રત રાખનારાો બીજા દિવસે એટલે કે 17મી ઓગસ્ટના 05.51 કલાકે વ્રતનું પારણ કરી શકે છે.
પૂજા વિધિ અને મહત્ત્વ
વાત કરીએ જન્માષ્ટમીની મધરાતની ક્ષણની તો એને અત્યંત શુભ માનવામાં આવે છે અને આ પાવન અવસર પર મંદિરોમાં ભવ્ય સજાવટ અને ઝાંખીઓ કરવામાં આવે છે. જન્માષ્ટમી પર અનેક જગ્યાએ દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. દહીં હાંડીને શ્રીકૃષ્ણના બાળપણની લીલાઓનું પ્રતિક માનવામાં આવે છે.
શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે
ન્યાયના દેવતા શનિનો અંક 9 છે અને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ અષ્ટમી એટલે કે આઠ તારીખે થયો હતો. આવી સ્થિતિમાં જો કોઈ કૃષ્ણ જન્માષ્ટમી પર વ્રત રાખે છે તે તો તેને ભગવાન કૃષ્ણની સાથે સાથે શનિદેવના આશિર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
થઈ ગયું ને કન્ફ્યુઝન દૂર? હવે આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને એમની મૂંઝવણ પણ દૂર કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.