Mukesh Ambaniને છોડી આ કોની સાથે ડેટ પર જવા માંગે છે Nita Ambaniએ? મુકેશ અંબાણીએ કહ્યું…
મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniને છોડી આ કોની સાથે ડેટ પર જવા માંગે છે Nita Ambaniએ? મુકેશ અંબાણીએ કહ્યું…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પત્ની (Nita Ambani) સહિત આખો અંબાણી પરિવાર ચર્ચામાં રહે છે. નીતા અંબાણી કે અંબાણી પરિવારનો કોઈ પણ સદસ્ય જ્યાં પણ જાય ત્યાં પેપ્ઝ એમની પાછળ પાછળ ફરતાં હોય છે. પહેલાં દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન અને ત્યાર બાદ પેરિસ ઓલમ્પિકમાં અંબાણી પરિવાર છવાયેલો રહેલો રહ્યો હતો. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

જેમાં તેમણે મુકેશ અંબાણી સિવાય કોઈ બીજી વ્યક્તિ સિવાય ડેટ પર જવું પડે તો તે કોણ હશે એના વિશે વાત કરી છે. ચાલો જોઈએ કોણ છે આ વ્યક્તિ- વાત જાણે એમ છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિમી ગરેવાલના ટોક શો રેન્ડવસ વિથ સિમી ગરેવાલ શો પર પહોંચ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે મુકેશ અંબાણી સિવાય તમે બીજા કોઈ સાથે ડેટ પર જવા માંગો તો તે કોણ હશે? આ સવાલનો નીતા અંબાણીએ જે જવાબ આપ્યો એ સાંભળીને મુકેશ અંબાણીએ જે રિએક્શન આપ્યું એ ખૂબ જ ચોંકાવનારું છે.

નીતા અંબાણી ડેટ પર જવાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તે મુકેશ અંબાણી સિવાય બિલ ક્લિન્ટન (Bill Clinton)નું નામ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બિલ ક્લિન્ટન એ અમેરિકાના પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. નીતાના મોઢે બિલ ક્લિન્ટનનું નામ સાંભળીને મુકેશ અંબાણીએ સિમી ગરેવાલને જણાવ્યું હતું કે જો નીતા બિલ ક્લિન્ટન સાથે ડેટ પર જશે તો હું તમારી સાથે ડેટ પર જવા માંગું છું. આ વાત સાંભળીને સિમી ગરેવાલે કહ્યું કે હું તો આના માટે તૈયાર છું.


વાત કરીએ નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી વિશે તો તે એકદમ ફિલ્મી છે. બંનેની મુલાકાત ધીરુભાઈ અંબાણીના માધ્યમથી થઈ હતી. ખેર, એના વિશે ફરી ક્યારેક વાત કરીશું. આ ક્યુટ લવ સ્ટોરી વિશે સાંભળીને કદાચ તમને જાણીને મજા પડશે… 1985માં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન થયા હતા અને આજે આ કપલ એક આદર્શ કપલ તરીકે ઊભરીને પરિવારની યંગ બ્રિગેડને ઈન્સ્પાયર કરી રહ્યા છે.

Back to top button