Anant Ambani-Radhika Merchantના લગ્નમાં Isha Ambaniએ આ શું કર્યું? ભૂલ થઈ કે પછી…

અનંત અંબાણી–રાધિકા મર્ચન્ટનો વિવાહ સમારોહ (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયો અને દરરોજ વેડિંગ ફંક્શનને લઈને નવા નવા સમાચાર સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હંમેશા જ પોતાની કમાલની ફેશનસેન્સને કારણે લાઈમલાઈટ ચોરી લેતી ઈશા અંબાણી (Isha Ambani)નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ઈશા અંબાણીએ બંને કાનમાં અલગ અલગ ઈયર રિંગ્સ પહેર્યા હતા. આખરે ઈશાએ આવું કેમ કર્યું? શું તેણે જાણી જોઈને આવા ઈયરરિંગ્સ પહેર્યા હતા કે પછી… ચાલો જાણીએ
રાધિકા અને અનંતના લગ્નમાં ઈશાએ પોતાના દરેક લૂકથી પેપ્ઝને ઈમ્પ્રેસ કર્યા હતા. પ્રિ-વેડિંગથી લઈને સંગીત, મહેંદી, પૂજા, લગ્ન, રિસેપ્શન સહિતના ઈવેન્ટમાં ઈશા અંબાણી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ આ જ લગ્નના એક કાર્યક્રમમાં ઈશાએ અનોખી જ્વેલરી પહેરીને લોકો સામે એક નવો ફેશન ટ્રેન્ડ સેટ કર્યો છે.
લગ્ન બાદ યોજાયેલી શુભ આશિર્વાદ સેરેમનીમાં ઈશા અંબાણીએ વ્હાઈટ લહેંગા-ચોલી સાથે રત્નનોથી જડેલો કિંમતી મલ્ટીકલર નેક પીસ પહેર્યો હતો. ઈશાના આ નેકલેસમાં રૂબી, પોલકી ડાયમંડ અને પન્ના જડવામાં આવ્યા છે. પરંતુ ઈશાના આ નેકલેસ કરતાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેણે આ સેટ સાથે પહેરેલા મિસ મેચ્ડ ઈયર રિંગ્સની.
આ પણ વાંચો : Anant & Radhikaના લગ્નમાં Kim Kardishian છવાઈ ગઈ, ભારત માટે લખી આ વાત…

ઈશા અંબાણીએ આ ફેમિલી ઈવેન્ટમાં મલ્ટી કલર્ડ નેકલેસ સાથે બંને કાનમાં અલગ અલગ કલરના ઈયર રિંગ્સ પહેરીને ફેશન વર્લ્ડમાં એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. આ વખતે ઈશાએ એક કાનમાં ડાયમંડના વ્હાઈટ ઈયરરિંગ પહેર્યું હતું તો બીજા કાનમાં તેણે ગ્રીન કલરનું ઈયર રિંગ પહેર્યું હતું.
ઈશાની આ ફેશન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તેણે ખૂબ જ કોન્ફિડન્સ અને ગ્રેસ સાથે બે અલગ અલગ ઈયર રિંગ્સ પહેરીને લોકોમાં પોતાની એક અલગ છાપ છોડી છે.