Radhika Merchantએ ભરી મહેફિલમાં Isha Ambani સાથે કર્યું કંઈક એવું કે…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને જ્યારથી પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો રાધિકા સતત કોઈને કોઈ કારણે લાઈમલાઈટમાં રહે છે.
હાલમાં દુબઈમાં રાધિકા અને અનંતનો આઈસ્ક્રીમની મજા માણતો વીડિયો વાઈરલ થયો હતો તો હવે રાધિકા અને ઈશા અંબાણી (Isha Ambani)નો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકાએ સાસુ નીતા અંબાણી સામે નણંદ સાથે કંઈક એવું કર્યું હતું કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
આપણ વાંચો: આટલો સસ્તો આઉટફિટ પહેરીને Voting કરવા પહોંચી અંબાણી પરિવારની વહુ, વીડિયો થયો વાઈરલ…
આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રાધિકાએ-
સામાન્યપણે એવું જોવા મળે છે કે પરિવારમાં દેરાણી- જેઠાણી, સાસુ-વહુ, નણંદ-ભાભી વચ્ચેના સંબંધોમાં ક્યારેકને ક્યારેક ખટરાગ જોવા મળે છે. પરંતુ વાત અંબાણી પરિવારની હોય તો એવું નથી. હાલમાં જ સોશિયલ મીડિયા રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકાએ નણંદ ઈશા અંબાણી સાથે કંઈક એવું કર્યું કે જે ચોંકાવનારું હતું. આ સમયે સાસુ નીતા અંબાણી અને તમામ સંબંધીઓ હાજર હતા.
જો તમે કંઈક ખોટું વિચારી રહ્યા છો તો તમારી જાણ માટે કે આ વીડિયોમાં રાધિકાએ ઈશા અંબાણીને વ્હાલ કરતી જોવા મળી રહી છે અને તેણે ભરી મહેફિલમાં ઈશા અંબાણીને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી હતી. રાધિકાને દીકરી ઈશાને વ્હાલ કરતી જોઈને બાજુમાં ઉભેલા નીતા અંબાણી પણ ખડખડાટ હસી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.
વીડિયો પર યુઝર્સ જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે એક કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ બધુ દેખાડો છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે બંને વચ્ચે કેટલો સ્ટ્રોન્ગ બોન્ડ છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે પૈસાવાળા છે ને આ લોકો. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો અનંત અને રાધિકાના લગ્ન સમયનો છે અને કોઈ ઈવેન્ટમાં રાધિકા અને ઈશા વચ્ચેનો આ સુંદર બોન્ડ જોવા મળી રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વીડિયો…
આપણ વાંચો: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?