સ્પેશિયલ ફિચર્સ

Trainની સૌથી વધુ Comfortable Seat કઈ? જાણી લો અહીં…

આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ અને ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ નેટવર્ક છે. સમયની સાથે સાથે ભારતીય રેલવેની ટ્રેનોમાં પણ ઘણા બધા ફેરફારો આવ્યા છે. પહેલાંની સરખામણીએ ટ્રેનની મુસાફરી હાલમાં ખૂબ જ આરામદાયક બની ગઈ છે…

જો તમે પણ ટ્રેનોમાં મુસાફરી કરી હશે તો ક્યારેકને ક્યારેક તો સીટને લઈને મગજમારી થઈ જ હશે. એક તરફ જ્યાં નાના બાળકોને હંમેશા વિન્ડો સીટ જોઈતી હોય છે તો મહિલાઓ, વૃદ્ધોને રાતે ઊંઘતી વખતે લોઅર બર્થની આશા રાખે છે. ઘણા લોકો શાંતિ અને આરામદાયક ઊંઘ માટે અપર બર્થ પસંદ કરે છે પણ શું તમને ખબર છે કે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે કઈ સીટ સૌથી આરામદાયક હોય છે? ચાલો આજે અમે તમને ટ્રેનની આ સૌથી કમ્ફર્ટેબલ સીટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
રેલવેમાં પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓનું એવું માનવું છે કે લોઅર બર્થ છે, પણ આ સીટ મેળવવી ખૂબ જ અઘરું હોય છે. જો કોઈ દિવસ આ સીટ મળી જાય તો જાણે જંગ જીતી ગયા હોવાનો અહેસાસ થાય છે.

ભારતીય રેલવે દ્વારા ટ્રેનોમાં સફર કરતી વખતે વરિષ્ઠ નાગરિકો અને એકલી પ્રવાસ કરતી મહિલાઓને લોઅર બર્થમાં પ્રાથમિક્તા આપવામાં આવે છે અને એનો સીધું સીધું કારણ એ છે કે વરિષ્ઠ નાગરિકોને અપર બર્થ અને મિડલ બર્થ પર ચઢવું અધરું હોય અને કેટલાક લોકો તો આવું કરી જ નથી શકતા.

રેલવેના નિયમ અનુસાર ટિકિટ બુકિંગ દરમિયાન નાની ઉંમરના લોકોને કે યુવાનોને ઉપરની સીટ આપવામાં આવે છે. જ્યારે સૌથી અનકમ્ફર્ટેબલ સીટ વિશે વાત કરીએ તો તે મિડલ બર્થ છે અને આ જ કારણ છે મોટાભાગના લોકો આ અનકમ્ફર્ટેબલ સીટ લેવાનું પસંદ નથી કરતાં. મિડલ બર્થમાં બેસવા અને સૂવામાં ખૂબ જ અગવડ પડે છે. આ સીટને રેલવે 30થી 40 વર્ષની વચ્ચેના લોકોને રેફર કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…