શું પુરુષોની ઉંમર અને વજનને છે કનેક્શન..જાણો નિષ્ણાતો શું કહે છે
વજન માત્ર શરીરના દેખાવ નહીં પણ આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. વજન વધવાના અને ઘટવાના કારણો અને પરિણામો હોય છે. આજકાલ માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ પોતાના વજન અને દેખાવને લઈને કોન્શિયસ છે ત્યારે વજન ઉંમર પ્રમાણે પણ વધઘટ થતું હોવાનું અમુક નિષ્ણાતો કહે છે.
નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અનુસાર 25 અને 29.9 સુધીનો બીએમઆઈ એટલે કે Body Mass Index (BMI) વધારે વજનનો સંકેત આપે છે જ્યારે 30ની ઉપરનો બીએમઆઈ સ્થૂળતાનો સંકેત આપે છે. બીએમઆઈ ઉંચાઈ અને વજન અનુસાર શરીરમાં કેટલી ચરબી છે તે માપવાનું કામ કરે છે. 18.5થી 25 વચ્ચેનું બીએમઆઈ સામાન્ય માનવામાં આવે છે. 25થી 30 વચ્ચે હોય તો તે વધારે વજનની કેટેગરીમાં આવે છે અને 30થી ઉપરનું વજન સ્થૂળતા હોવાનું નિષ્ણાતો કહે છે. 18.5થી નીચેનું વજન ઓછું ગણવામાં આવે છે.
આપણ વાંચો: પુરુષો માટે મસ્ટ હેવ
બીએમઆઈ તમારી ઊંચાઈ પ્રમાણે વજન ચેક કરે છે, પરંતુ તે ચરબી કે મસલ્સ ગણતા નથી. નેશનલ હેલ્થ સર્વે 5 અનુસાર 23 ટકા મહિલા અને 22.1 ટકા પુરુષો સ્થૂળતા ધરાવે છે. તેમને ડાયાબિટિસ, હાઈપર બ્લડ પ્રેશર જેવી બીમારીનો ખતરો હોય છે. જોકે અમુક નિષ્ણાતો બીએમઆઈને ભ્રામક ગણાવે છે. તેમના મતે આ વજન માપવાની યોગ્ય પદ્ધતિ નથી.
નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશનના કહેવા અનુસાર વજન ઉંમર પર પણ આધારીત છે. ભારતીય જીવશૈલી પ્રમાણે 19-39 વર્ષની ઉંમરના પુરુષોનું વજન 65 કિલો હોય તો ચિંતાનો વિષય નથી. અગાઉ આ સીમા 60 કિલોની રાખવામાં આવી હતી.
જોકે અમુક નિષ્ણાતો માને છે કે 30થી 60 વર્ષના પુરુષોનું વજન 90 કિલો હોવાનું જોઈએ.