તમે ખાવ છો એ આદું અસલી છે કે નકલી? ભેટમાં આપી શકે છે જીવલેણ બીમારી…
જો તમે પણ સરસમજાના શિયાળામાં આદુવાળી ચા પીવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. આ આદુંવાળી ચા જ તમને ભેટમાં જીવલેણ બીમારી ભેટમાં આપી શકે છે, કારણ કે બજારમાં ખૂબ સરળતાથી નકલી આદું વેચાઈ રહ્યું છે. ચા સિવાય આદું રસોઈનો સ્વાદ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બજારમાં હાલમાં નકલી આદું વેચાઈ રહ્યું છે. આ નકલી આદું તમારા આરોગ્ય માટે બિલકુલ પણ સારું નથી અને તે તમને ભેટમાં કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. બજારમાં મળતાં નકલી આદુંને એસિડમાં ભીંજવીને રાખવામાં આવે છે અને એનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન પહોંચે છે.
અસલી અને નકલી આદું વચ્ચેના તફાવતની વાત કરીએ તો જ્યારે તમે નકલી આદુંની છાલ ઉતારો છો તો તે થોડી કડક હોય છે અને તેને ઉતારવામાં પણ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત નકલી આદું અસલી આદુની સરખામણીએ વધારે ચમકદાર હોય છે, એટલે આવું આદું ખરીદવાથી બચવું જોઈએ.
આ પણ વાંચો…શુક્ર અને રાહુની થશે યુતિ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી પણ રાશિ છે ને?
અસલી અને નકલી આદુંની ઓળખ કરવા માટે તમે ગંધની મદદ પણ લઈ શકો છે. અસલી આદુંની ગંધ ખૂબ જ તીખી હોય છે, જ્યારે બનાવટી આદુંમાંથી એવી કોઈ ગંધ નથી આવતી. જો તમે ખરીદી રહેલાં આદુંમાંથી ગંધ નથી આવતી તો તે બનાવટી છે. નકલી આદુંના સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી નથી કે બજારમાં આ રીતે બનાવટી આદું આવ્યું હોય. આ પહેલાં પણ બજારમાં ચીની લસણ ખૂબ જ સરળતાથી વેચાઈ રહ્યું હતું અને એની પણ સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળી હતી.