શું લોખંડના વાસણોમાં રસોઈ કરવાથી ખરેખર આરયન મળે છે? જાણો આ જૂની રસોઈ ટીપ્સમાં કેટલો છે દમ…

આપણા વડીલ ઘણી વખત આપણે સલાહ કરતા હોય છે કે જૂની રીત રીવાજોને ફોલો કરવા શરીર માટે સારા હોય છે. જોકે ઘણી વખત જૂના રીત રીવાજોને પાછળ છોડી આગળ વધવુ પણ સારુ પરિણામ આપે છે. આવી જુની રસોટી ટીપ્સમાં એક ટીપ એ પણ છે કે આપણે લોખંડના વાસણમાં રસોઈ કરવાથી ખોરાક બનાવવો જોઈએ.
જેનાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધે છે. આયરન એ શરીર માટે જરૂરી મિનરલ છે, જે હૃદયને ઓક્સિજન પંપ કરવાથી લઈને વિવિધ કાર્યોમાં મદદ કરે છે. તો આવો આજે જાણીએ કે શુ ખરેખર લોખંડના વાસણમાં રસોઈ કરવાથી આયરન વધે છે
લોખંડના વાસણમાં રસોઈના ફાયદા
એક રીપોર્ટ અનુસાર, લોખંડના વાસણમાં રસોઈ કરવાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધારવાનો આ સરળ અને અસરકારક ઉપાય છે. જ્યારે ખોરાકમાં હાજર એસિડ વાસણના લોખંડ સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે ખોરાકમાં થોડી માત્રામાં આયરન મળી જાય છે, જેને શરીર સરળતાથી શોષી લે છે. અહેવાલો દર્શાવે છે કે આ પદ્ધતિથી ખોરાકમાં આયરન 16% સુધી વધી શકે છે.

આયરનનું મહત્વ
આયરન એ શરીરના વિકાસ અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય મિનરલ છે, જે હેમોગ્લોબિન અને માયોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. આ પ્રોટીન્સ લાલ રક્તકણોમાં હાજર હોય છે અને શરીરની માસપેશીઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે. ઉંમર લાયક પુરુષોને રોજ 8 મિલિગ્રામ અને મહિલાઓને 18 મિલિગ્રામ આયરનની જરૂર હોય છે, જે લોખંડના વાસણમાં રસોઈ કરવાથી આંશિક ભરપૂર થઈ શકે છે, ખાસ કરીને મહિલાઓ માટે.
ખોરાકમાં આયરનનું પ્રમાણ રસોઈની પદ્ધતિ પર આધારિત છે. જેમ કે લાંબા સમય સુધી ઉચ્ચ તાપમાને ખટાશવાળી વાનગીઓ પકાવતા સૌથી વધુ આયરન મળે છે. ઉદાહરણ તરીકે, ટામેટાની વસ્તુ ધીમે આંચે પકાવવામાં આવે તો તેમાં લોખંડના પેનમાં ઝડપથી તળેલી વસ્તુ કરતા વધુ આયરન મળી રહે છે.
જોકે અભ્યાસો એવું પણ કહે છે કે, વધુ પડતું આયરનનું સેવન પણ હાનિકારક હોઈ શકે છે. તે પેટની આરડામાં સોજા કે અલ્સરનું જોખમ વધારી શકે છે અને ઝિંકનું શોષણ અટકાવી શકે છે, જે વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. તેથી, આયરનયુક્ત ખોરાક સાથે વિટામિન C યુક્ત વસ્તુઓ લેવી જોઈએ અને કેલ્શિયમયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ. લોખંડના વાસણોનો ઉપયોગ આયરનની કમીને ઘટાડવાનો સારો વિકલ્પ છે, પરંતુ તેને સંતુલિત આહારનો ભાગ બનાવો.
આ પણ વાંચો…દાળમાં મીઠું વધારે પડી ગયું છે? આ એક ટિપ્સથી બે મિનિટમાં બેલેન્સ કરી લો ખારાશ…