જાણો iPhone 17, Air, Pro, અને Pro Max માં શું નવું છે અને ભારતમાં ક્યારે મળશે

એપલે તેની લેટેસ્ટ Iphone 17 સિરીઝ ગઈકાલે 9 સપ્ટેમ્બરના લોન્ચ કરી દીધી છે, આ લોન્ચથી ટેક વિશ્વમાં નવો ઉત્સાહ આવ્યો છે. આ વખતે કંપનીએ ચાર નવા મોડેલ્સ રજૂ કર્યા છે, જેમાં Iphone 17, Iphone એર, Iphone 17 પ્રો અને Iphone 17 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ ફોન્સ અદ્યતન ફીચર્સ, શાનદાર ડિઝાઇન અને મજબૂત પરફોર્મન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને Iphone એરની પાતળી ડિઝાઇન અને Iphone 17ના નવા પ્રોસેસરે અને ડિઝાઈને બધાનું ધ્યાન ખેંચ્યું છે.
Iphone 17 આ વખતે પાંચ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, વ્હાઇટ, લેવેન્ડર, મિસ્ટ બ્લૂ અને સેજ જોવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. આ ફોનમાં 6.3 ઇંચનું સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે 120Hz પ્રોમોશન ટેક્નોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સ્ક્રીનની સુરક્ષા માટે સિરામિક શિલ્ડ 2નો ઉપયોગ થયો છે. Iphone 17માં A19 પ્રોસેસર છે, જે ઝડપી પરફોર્મન્સ અને સારા બેટરી બેકઅપની ગેરંટી આપે છે. ફોન માં 48MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે એઆઇ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે ગ્રૂપ સેલ્ફીમાં ઓટોમેટિક સ્વિચ કરે છે.
Iphone 17 air
Iphone એર એપલનું અત્યાર સુધીનું સૌથી પાતળું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની જાડાઈ માત્ર 5.6mm છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, લાઇટ ગોલ્ડ અને સ્કાય બ્લૂ ચાર રંગોમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં પણ A19 પ્રો પ્રોસેસર અને 48MPનો સિંગલ રિયર કેમેરો છે, જે ડ્યુઅલ કેમેરાની જેમ કામ કરે છે. આ ફોનમાં ફક્ત eSIMનો વિકલ્પ છે, જેનાથી બેટરી સ્પેસ વધે છે અને ‘ઓલ-ડે’ બેટરી લાઇફ મળે છે. ફોનમાં MagSafe ચાર્જિંગ અને એડપ્ટિવ પાવર મોડ પણ આપવામાં આવ્યો છે, જે ફોનની કાર્યક્ષમતાને વધારે છે. આ વખતે કંપનીએ પ્લસ વેરિઅન્ટ બદલે Iphone એર રજૂ કર્યું છે.
Iphone 17 પ્રો અને પ્રો મેક્સની વિશેષતાઓ
iphone 17 પ્રો અને પ્રો મેક્સમાં એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇન સાથે નવો લુક આપવામાં આવ્યો છે. બંને ફોન A19 પ્રો પ્રોસેસરથી સજ્જ છે, જે પાછલા મોડેલ્સ કરતા 40% વધુ પરફોર્મન્સ આપે છે. Iphone 17 પ્રોમાં 6.3 ઇંચ અને પ્રો મેક્સમાં 6.9 ઇંચની ડિસ્પ્લે છે. બંનેમાં 48MPનું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 8x ઓપ્ટિકલ ઝૂમ અને પ્રોરેસ RAW કેપ્ચર જેવી અદ્યતન સુવિધાઓ છે. 18MPનો ફ્રન્ટ કેમેરો સેન્ટર સ્ટેજ ફીચર સાથે આવે છે. નવી વેપર ચેમ્બર ટેક્નોલોજી દ્વારા બેટરી લાઇફ અને થર્મલ મેનેજમેન્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
Iphone 17 સિરીઝની કિંમત
Iphone 17ની શરૂઆતી કિંમત $799 (અંદાજે ₹82,900) છે, જે પાછલા મોડેલની કિંમત જેટલી જ છે. Iphone એર $999 (અંદાજે ₹1,19,900), જ્યારે Iphone 17 પ્રો $1099 (અંદાજે ₹1,34,900) અને Iphone 17 પ્રો મેક્સ $1199 (અંદાજે ₹1,49,900)થી શરૂ થાય છે. આ ફોન્સ 256GB બેઝ સ્ટોરેજ સાથે આવે છે. પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે, અને વેચાણ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય કિંમતોનું ઓફિશિયલ એલાન ટૂંક સમયમાં થશે.
આપણ વાંચો: શું તમે વિચાર્યા વગર ચંદ્રનો રત્ન મોતી પહેર્યો છે? આ રાશીના લોકોના જીવનમાં થઈ શકે છે ઉથલપાથલ