એક દિવસમાં દુનિયાભરમાં કેટલા કપ ચા પીવાય છે, જાણો છો? આંકડો સાંભળીને પગ તળેથી…

આજે 21મી મે ઈન્ટરનેશનલ ટી ડે… આજનો આ દિવસ આપણા સૌની ફેવરેટ ચાના ઈતિહાસ, સાંસ્કૃતિક મહત્ત્વ અને તેના આર્થિક પ્રભાવને સન્માન આપવા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે.
આ દિવસ ચાની ખેતી, ખેતીની જરૂરિયાત અને તેના સેવનથી થતા હેલ્થ બેનેફિટ્સથી લોકોને અવગત કરાવવાનો પણ છે. આપણામાંથી અનેક લોકો દિવસની 3થી 4 કપ ચા પી જતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે એક દિવસમાં દુનિયાભરમાં કેટલા કપ ચા પીવાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આપણ વાંચો: કેન્વાસઃ દુનિયાને કૉફી ભાવે, પણ ભારતને ચાની ચાહ!
દુનિયાભરમાં મોટાભાગના લોકો ચા પીવાનું ખૂબ જ પસંદ કરે છે. અનેક લોકોના દિવસની શરૂઆત જ ચાછી થાય છે. આજકાલ દરેક વ્યક્તિ ચાપ્રેમી થઈને ફરે છે. અનેક લોકો તો એવા પણ હોય છે કે દિવસના ત્રણ-ચાર કપ ચા પીવે છે.
ટૂંકમાં કહીએ તો ચા ભારતીયોના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ચૂકી છે. લોકો ખુશ હોય કે દુઃખી બંને પરિસ્થિતિમાં તેમને ચાનો જ સહારો હોય છે. ચા જ્યારે આટલી મહત્ત્વની હોય ત્યારે એક દિવસમાં આખી દુનિયામાં કેટલી ચા પીવાય છે એ જાણવું પણ રસપ્રદ છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક દિવસમાં દુનિયાભરમાં ત્રણ અબજ કપ ચા પીવાય છે, જેમાં ગ્રીન ટી, લેમન ટી અને આદુવાળી ચાનો સમાવેશ પણ થાય છે.
આપણ વાંચો: તસવીરની આરપાર : ભારતભરમાં સુપ્રભાતે પીવાતી ‘ચા’ સમષ્ટિગત પીણું બની ગયું છે
એટલું જ નહીં રિપોર્ટમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે 2020માં વૈશ્વિક સ્તરે ચાની ખપત 6.3 બિલિયન કિલોગ્રામ એટલે કે આશરે 14 મિલિયન પાઉન્ડથી વધુ થઈ હતી, જેની કિંમત 207.1 અબજ અમેરિકન ડોલર હતી, જે 2025માં વધીને 266.7 અબજ અમેરિકન ડોલર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ચા એક એવું પીણુ છે જે લોકોને આપસમાં જોડે છે અને દુનિયાભરમાં અનેક લોકોના દિવસની શરૂઆત જ ચાથી થાય છે. પરંતુ વધુ પ્રમાણમાં ચા પીવાથી હેલ્થને નુકસાન પણ પહોંચે છે.
ચા પીવાથી થતાં સૌથી મોટા નુકસાન વિશે વાત કરીએ તો તેને કારણે હાર્ટ પર વિપરીત અસર જોવા મળે છે. ચામાં કેફિન હોય છે, જે મોટા પ્રમાણમાં લેવાથી અનિંદ્રા, સ્ટ્રેસ અને હાર્ટ બીટ ફાસ્ટ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નિષ્ણાતોની વાત પર વિશ્વાસ કરીએ તો દિવસમાં એક કે બે ચા પીવી જ હેલ્થ માટે સારી માનવામાં આવે છે. જોકે, કેટલાક લોકોને બે કરતાં વધુ ચાનું સેવન કરવાથી હેલ્થ પર તેની વિપરીત અસર થઈ શકે છે. અનેક લોકોને વધુ પડતી ચા પીવાને કારણે અનિંદ્રા અને થાકનો અનુભવ થાય છે.