સ્પેશિયલ ફિચર્સ

વિદેશમાં સ્પર્મ ડોનેશનથી વિદ્યાર્થીઓ કરે છે લાખોની કમાણી, ભારતમાં શું છે સ્થિતિ?

શિક્ષણ પાછળ ખર્ચ સતત વધી રહ્યો છે, આ સાથે વિદ્યાર્થીઓ અન્ય ખર્ચાઓ માટે કંઈકનું કંઈક કામ પણ કરતા હોય છે. ઘણાં વિદ્યાર્થીઓ તો કમાણી માટે કઈક એવા કામ કરતા હોય છે જેની મોટા ભાગે ઘણી ચર્ચા કરવામાં નથી આવતી.

મીડિયા અહેવાલો પ્રમાણે અમેરિકા, યુરોપ, ચીન અને ઇઝરાયલ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ સ્પર્મ ડોનેશન (શુક્રાણુ દાન) કરીને હજારો ડોલરની કમાણી કરી રહ્યાં છે. આ અહેવાલ ખરેખર ચોંકાવનારો છે. પરંતુ આ મુદ્દો વધારે ચર્ચા કરવામાં આવતી નથી. પરંતુ એક રિપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, હવે ભારતમાં પણ આ સંભવ થયું છે.

આપણ વાચો: શિક્ષણ કરતાં નશા પાછળ વધુ ખર્ચ

રૂપિયા માટે સ્પર્મ ડોનેટ કરવાનો અપનાવ્યો રસ્તો

વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે મોજશોખની ખર્ચા માટે ભણવા સાથે કામ કરતા હોય છે. પરંતુ વિશ્વના કેટલાક દેશો એવા છે જ્યાં વિદ્યાર્થીઓ રૂપિયા માટે સ્પર્મ ડોનેટ કરવાનો રસ્તો અપનાવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઇઝરાયલ અને ચીનમાં આ ખૂબ જ વધી ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું જાણવા મળ્યું કે, આ દેશોમાં વિદ્યાર્થીઓને સ્પર્મ ડોનેટ માટે આકર્ષિત કરવા માટે સ્પર્મ બેંકો દ્વારા રૂપિયા સાથે ઇનામ અને સબસીડીઓ પણ આપવામાં આવી રહી છે. જેના કારણે વધારેમાં વધારે યુવા વિદ્યાર્થીઓ સ્પર્મ ડોનેટ કરવા માટે આકર્ષાઈ રહ્યાં છે.

આપણ વાચો: Budget 2024: દસ વર્ષમાં નવી 390 યુનિવર્સિટી ખૂલી, શિક્ષણ પાછળ સરકારે કર્યો આટલો ખર્ચ

ચીન સ્પર્મ ડોનેશનને વધુ આપે છે પ્રોત્સાહન

સૌથી પહેલા ચીનની વાત કરવામાં આવે તો ચીન અત્યારે જનસંખ્યામાં વિશ્વમાં બીજા સ્થાને આવી ગયું છે, પરંતુ ચિંતાની વાત એ છે કે ચીનમાં જન્મદર સતત ઘટી રહ્યો છે જેના કારણે ચીન હવે સ્પર્મ ડોનેશનને વધારે પ્રોત્સાહન આપે છે.

રિપોર્ટ્સ પ્રમાણે શાંઘાઈમાં એક સ્પર્મ બેંક દ્વારા વિદ્યાર્થીને 1000 ડોલર એટલે કે આશરે 83,000 રૂપિયા આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ સ્પર્મ બેંક દ્વારા યુવાનોને આ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ચીનમાં માત્ર સ્પર્મ ડોનેટ કરીને વિદ્યાર્થીઓ સારા એવા રૂપિયા કમાઈ રહ્યાં છે.

આપણ વાચો: ગુજરાતમાં શિક્ષણ માટે કરોડોનો ખર્ચ છતાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક

ઇઝરાયલમાં 30 ટકાને સ્પર્મ ડોનેટની પરવાનગી

હવે ઇઝરાયલની વાત કરવામાં આવે તો, અહીં જે વિદ્યાર્થી સ્પર્મ ડોનેટ કરે છે તેમને દર મહિને 1300 ડોલર એટલે કે, 1,08,000 રૂપિયા આપવામાં આવે છે. જો કે, સ્પર્મ ડોનેટ માટે આવતી અરજીનો સ્વીકાર કરવામાં નથી આવતો.

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માત્ર 30 ટકાને જ સ્પર્મ ડોનેટ કરવાની પરવાનગી આપવામાં આવે છે, કારણ કે સ્પર્મ ડોનેટ કરવા માંગતા યુવકોએ પહેલા મેડિકલ ટેસ્ટ આપવો પડે છે. જેમાં મોટા ભાગે યુવકો ફીટ નહીં હોવાને કારણે તેમની અરજીને નકારી દેવામાં આવે છે.

આપણ વાચો: એકસ્ટ્રા અફેર : સોનિયા શિક્ષણ નીતિની ટીકા કરે એ શોભતું નથી

ભારતમાં સ્પર્મ ડોનેશનની સ્થિતિ કેવી છે?

ભારતની વાત કરવામાં આવે તો ચીન અને ઇઝરાયલ બંને દેશો કરતા અહીં સ્થિતિ સાવ જૂદી છે. કારણ કે, ભારતમાં સ્પર્મ ડોનેટ કરતા યુવકને પ્રતિ ડોનેશને માત્ર 500થી 2000 રૂપિયા જ આપવામાં આવે છે. સરેરાશ રીતે જોવા જઈએ તો આમાં એક મહિને માત્ર 4000થી 15,000થી વધારે કમાઈ થઈ શકે નહીં.

ભારતમાં સ્પર્મ ડોનેશનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે કાનૂની છે, જે યુવક સ્પર્મ ડોનેટ કરવા માંગતો હોય તેના સ્વાસ્થ્યની ચેકઅપ કરવામાં આવે છે અને ઉંમરનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અન્ય દેશોમાં જેમ આનો પ્રચાર કરવામાં આવે છે તેવો ભારતમાં કોઈ પ્રચાર કરવામાં નથી આવતો અને કોઈ વધારાની સુવિધા પણ આપવામાં આવતી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button