સ્પેશિયલ ફિચર્સ

35 લાખ રૂપિયાની આ ઓટોરિક્ષા બેગ જોઈ કે? સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાઈરલ…

ફેશનની દુનિયામાં દિવસે નહીં એટલા પરિવર્તન રાતે આવતા હોય છે. ડિઝાઈનર્સ હવે માત્ર આઉટફિટ જ નહીં પણ હેન્ડ બેગ્સ અને જ્વેલરીમાં પણ નીત નવા એક્સપરિમેન્ટ કરી રહ્યા છે. થોડાક મહિનાઓ પહેલાં નીતા અંબાણીના હાથમાં પોપકોર્ન શેપની તો ઈશા અંબાણીના હાથમાં બો-ટાઈના આકારની, શ્લોકા મહેતાના હાથમાં બસના આકારની અતરંગી હેન્ડ બેગ્સ જોવા મળી હતી.

પરંતુ શું તમે ક્યારેય મુંબઈની ઓળખસમાન ઓટો રિક્ષાના આકારની પર્સ જોઈ છે? હાલમાં સોશિયલ મીડિયા પર આ ઓટો રિક્ષાના આકારની પર્સ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને એનાથી પણ વધુ ચર્ચા તો તેની કિંમતની થઈ રહી છે. આવો જોઈએ શું છે આખો મામલો-

આપણ વાંચો: તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…

મળતી માહિતી અનુસાર જાણીતી ઈન્ટરનેશનલ બ્રાન્ડ લૂઈ વીટોનના સ્પ્રિંગ સમર-2026 મેન્સવિયર શોમાં કંઈક અલગ અને હટકે જોવા મળ્યું હતું. આ કલેક્શનમાં એક વસ્તુની ચર્ચા સૌથી વધુ થઈ અને એ એટલે ઓટોરિક્ષાના આકારવાલી હેન્ડ બેગ.

સોશિયલ મીડિયા પર આ બેગનો ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. દેખાવમાં આ બેગ એકદમ રિક્ષા જેવી જ દેખાય છે અને તેને લક્ઝરી લેધરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને એના પર એલવીનો લોગો પણ જોવા મળ્યો હતો. આ ઓટોરિક્ષા હેન્ડબેગને બ્રાઉન કલરના લેધરથી બનાવવામાં આવી છે અને તેના પૈડા અને બાકીની ડિટેઈલિંગ પીળા કલરના લેધરથી કરવામાં આવી છે.

વાત કરીએ આ સુંદર બેગની કિંમત વિશે તો તેની કિંમતને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતના દાવા કરવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ રિક્ષાવાળા બેગની કિંમત 35 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ બેગ સોશિયલ મીડિયા પર ખૂબજ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ તેને લઈને જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.

દેખાવમાં આ બેગ ખૂબ જ સુંદર લાગી રહી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. અહીંયા તમારી જાણ માટે આ પહેલાં પણ લૂઈ વીટોન અનેક અલગ અલગ બેગ્સ બનાવી ચૂક્યું છે જેમાં પ્લેન, માછલી અને હેમ્બર્ગરનો સમાવેશ થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button