
દેશભરમાં અત્યારે લોકસભા-2024ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને આ બધા ચૂંટણીના માહોલ વચ્ચે જાત-જાતની ચૂંટણી પ્રક્રિયા તેમ જ નિયમો માહિતી આપતા સમાચારો, લેખો પ્રકાશિત થતાં હોય છે. આજે અમે અહીં તમને આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નિયમ છે મતદાન કર્યા બાદ લગાવવામાં આવતી શાહી એટલે કે ઈન્ક સંબંધિત. આ નિયમ બંને હાથમાં લગાવવામાં આવતી શાહી સંબંધિત છે.
જી હા, આ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કારણ કે અત્યાર સુધી તો એક જ હાથની આંગળી પર ઈન્ક લગાવાવની પરંપરા વિશે સાંભળ્યું હશે, પણ આ બે હાથમાં ઈન્ક લગાવવાનો નિયમ વળી કેવો છે અને આખરે કયા નિયમ અનુસાર મતદાતાઓની બંને હાથની આંગળીઓ પર ઈન્ક લગાવવામાં આવે છે…
એ વાતથી તો આપણે બધા જ વાકેફ હશે કે મતદાન કરતાં પહેલાં ડાબા હાથની તર્જની એટલે કે ઈન્ડેક્સ ફિંગર પર શાહી લગાવવામાં આવે છે. આ એ વાતનું સબૂત હોય છે કે તમે મતદાન કરી દીધું છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોના બંને હાથની આંગળી પર ઈલેક્શનની ઈન્ક લગાવવામાં આવે છે. કોણ હોય છે આ લોકો અને શા માટે તેમના બંને હાથની આંગળીઓ પર ઈન્ક લગાવવામાં આવે છે? ચાલો તમને જણાવીએ…
આ પણ વાંચો: Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી દરમ્યાન અખિલેશ યાદવનું દિલ કેમ તૂટયું, પીએમ મોદીએ કર્યો કટાક્ષ
વાત જાણે એમ છે કે જે લોકો પ્રજ્ઞાચક્ષુ હોય છે કે જેઓ જોઈ શકતા નથી એ લોકોની મદદ કરવા માટે કોઈ એક વ્યક્તિ તેમની સાથે મત આપવા માટે પોલિંગ બૂથમાં જઈ શકે છે અને જે વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ મતદાતાની સાથે પોલિંગ બૂથની અંદર જાય છે એવા લોકોના જમણાં હાથની ઈન્ડેક્સ ફિંગર પર પણ ઈન્ક લગાવવામાં આવે છે.
પોલિંગ બૂથમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના મદદનીશ બનીને જનાર વ્યક્તિની જમણા હાથની આંગળી જોવામાં આવે છે જો એના પર જો ઈન્ક લગાવવામાં આવી હોય તો એ વ્યક્તિને તરત જ ત્યાં રોકી દેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિએ એક જ વખત આ રીતે પ્રજ્ઞાચક્ષુનો મદદનીશ બનીને પોલિંગ બૂથમાં અંદર જઈ શકે છે.