લગ્નમાં વર-વધુ કરતાં વધારે છે ઈન્દોરની આ પદ્માવતીની ડિમાન્ડ… જાણી લો કોણ છે?

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને જો તમને કહે કે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે લગ્નમાં વર-વધુ કે સાજ-સજાવટ નહીં પણ પદ્માવતીની બોલબાલા જોવા મળી રહી છે તો? પહેલાં તો તમારા મગજમાં સવાલ આવશે કે આખરે આ પદ્માવતી છે કોણ અને કેમ વર-વધુ કરતાં તેની ડિમાન્ડ વધારે છે? તમારી જાણકારી માટે કે પદ્માવતી એ એક સફેદ ઘોડી છે અને આ રોયલ ઘોડીની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે 2027 સુધી તેની પાસે એક પણ ડેટ ખાલી નથી. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…
સોશિયલ મીડિયા પર આ પદ્માવતી નામની ઘોડીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને એક જાનમાં ત્રણ કલાક માટે આ ઘોડીને રેન્ટ પર હાયર કરવા માટે લોકો 51,000 રૂપિયાથી લઈને 11 લાખ રૂપિયા સુધીની રકમ પણ ચૂકવી રહ્યા છે. સાઉથના ફિલ્મ સ્ટાર્સથી લઈને રાજઘરાના સુધી આ સફેદ ઘોડીઓ પહોંચી રહી છે.
વાત કરીએ સફેદ ઘોડીઓની ડિમાન્ડ આટલી કેમ છે તો આ પાછળ કોઈ ધાર્મિક માન્યતા કે વાસ્તુનો નિયમ નથી જવાબદાર. આ સફેદ ઘોડીઓ સ્ટેટસ, સોશિયલ મીડિયા રીલ્સ માટે સૌથી વધુ હિટ છે. જેમ લોકોને કારમાં વ્હાઈટ કાર પસંદ આવે છે એ જ રીતે વરરાજાને પણ સફેદ ઘોડી જ જોઈએ છે.
આ પણ વાંચો: ભારતમાં 100 વર્ષથી વધુ જીવવા માટે ત્રણ બાબતો જરૂરી, રીસર્ચમાં થયો ઘટસ્ફોટ
પદ્માવતી નામની ઘોડીની વાત કરીએ તો આ સમયે ઈન્દોરના સચિન રાઠોડની આ ઘોડી દેશની સૌથી મોંઘી અને ડિમાન્ડમાં રહેલી ઘોડી છે. આ ઘોડીની ઉંચાઈ 5 ફૂટ છે. જાન્યુઆરી, 2026માં એક સાઉથના સુપર સ્ટારના ભત્રીજાના લગ્ન માટે તેને 11 લાખ રૂપિયામાં બૂક કરવામાં આવી છે. આ સિવાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અબ્દુલના પરિવારે અને જોધપુરની રોયલ ફેમિલીએ પણ આ ઘોડીને બૂક કરી છે. સચિન પાસે સુખમણી, ગજગામિની, ગણગૌર જેવી ટોચની ઘોડીઓ છે જે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સાઉથ સુધી જઈ રહી છે.
ટૂંકમાં કહીએ તો ઈન્દોરની આ પદ્માવતી વેડિંગ સિઝનમાં વર-વધુ કરતાં પણ ડિમાન્ડમાં છે એવું કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. છે ને એકદમ કામની માહિતી? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



