સ્પેશિયલ ફિચર્સ

કોણ છે મોનાલિસા? જેની સાથે સેલ્ફી ક્લિક કરવા MahaKumbh-2025માં લાગી રહી છે લાઈન…

હાલમાં સોશિયલ મીડિયા પર બે જ વસ્તુ અને ટોપિક જોરદાર ચાલી રહ્યા છે એક તો બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) પર થયેલો એટેક અને બીજો એટલે પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ-2025 (MahaKumbh-2025). મહાકુંભ અને સૈફ અલી ખાન પર થયેલાં એટેકના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ આ બધામાં સૌથી વધુ વીડિયો ઈન્દૌરની કજરારી આંખોવાળી ગર્લનો થઈ રહ્યો છે.

કજરારી નૈનોવાળી છોકરીનો વીડિયો એટલો વાઈરલ થઈ રહ્યો છે કે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ પણ તેની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે લાઈન લગાવી રહ્યા છે. આવો જોઈએ કોણ છે આ છોકરી અને શું છે ખાસ એમાં-

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોને કારણે વાઈરલ થઈ રહેલી આ યુવતીનું નામ મોનાલિસા છે. મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચવા આવેલી મૂળ ઈન્દૌરની રહેવાસી મોનાલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં લાખો-કરોડો વખત જોવાઈ ચૂક્યો છે અને શેર થઈ ચૂક્યો છે. મોનાલિસા મેળામાં રૂદ્રાક્ષ અને રૂદ્રાક્ષની માળા વેચી રહી છે જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા છે.

આપણ વાંચો: મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ

મોનાલિસાના ચહેરાની વાત કરીએ તો તેની સુંદરતા અને નિખાલસતા જોઈને લોકો એના દિવાના બની ગયા છે. નેટિઝન્સે સોશિયલ મીડિયા પર મોનાલિસાને સેન્સેશન બનાવી દીધી છે. લોકો એની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે લાઈન લગાવે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ મોનાલિસાના શ્યામ રંગ, સુંદરતા અને સાદગીના વખાણ કરી રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં એક યુટ્યુબર મોનાલિસાને પૂછે છે કે શું તે પરિણિત છે અને શું તે મેળામાં તેની પાછળ પાછળ ફરનારા યુવકોમાંથી કોઈને પસંદ કરશે કે કેમ? આ સવાલના જવાબમાં મોનાલિસાએ જણાવ્યું હતું કે હું આમાંથી કોઈ છોકરાને કેમ પસંદ કરીશ? એ બધા તો મારા ભાઈ છે. મોનાલીસાએ આગળ એવું પણ કહ્યું હતું કે હું માત્ર એ જ છોકરા સાથે લગ્ન કરીશ જેને મારા માતા-પિતા પસંદ કરશે મારા માટે.

આપણ વાંચો: મહાકુંભમાં ચોથા દિવસે 25 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં લગાવી ડૂબકી…

બીજા એક વીડિયોમાં એક સોશિયલ મીડિયા યુઝર જઈને મોનાલિસાને મળે છે અને રૂદ્રાક્ષ ખરીદતાં ખરીદતાં કહે છે કે હું તમારો ખૂબ જ મોટો ફેન છું. આ સાંભળીને મોનાલિસા કહે છે કે તમે મારા ફેન છો તો પણ હું તમને રૂદ્રાક્ષ 1200 રૂપિયામાં જ વેચીશ…

તમે પણ જો મોનાલિસાનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો-

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button