સ્પેશિયલ ફિચર્સ

ભારતના આ રાજ્યની પત્નીઓ છે ખૂંખાર, ટોપ પર છે આ રાજ્ય, જાણી લો તમારું રાજ્ય ટોપ-5માં છે કે નહીં?

હાલમાં જ્યાં જુઓ ત્યાં રાજા રઘુવંશી હત્યાકાંડ અને આ આખું ષડયંત્ર રચનાર સોનમ રઘુવંશીના કેસની ચર્ચા થઈ રહી છે. આ કરપીણ હત્યાકાંડે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ હત્યાકાંડની ચર્ચા થઈ રહી છે ત્યારે એક ચોંકાવનારો બીજો રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે એના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

આ રિપોર્ટમાં ભારતના એવા પાંચ રાજ્યોની વાત કરવામાં આવી છે કે જ્યાંની ખૂંખાર પત્નીઓની કાળી કરતૂતો તમારી રાતોની ઉંઘ ઉડાડી દગેશે. પોલીસમાં રજિસ્ટર થયેલાં કેસના આધારે ટોપ-5 રાજ્યોના નામ સામે આવ્યા છે જ્યાં સૌથી વધુ પત્નીઓએ કોઈને કોઈ કારણસર પોતાના જ પતિની હત્યા કરી છે કે તેનું ષડયંત્ર રચ્યું હોય. ચાલો જોઈએ આ યાદીમાં કયું રાજ્ય છે ટોપ-5માં…

આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યાકાંડ: ‘ઓપરેશન હનીમૂન’થી ખુલ્યા રહસ્યો

રાજા રઘુવંશી હત્યાકાંડ પહેલાં પણ ભારતમાં આવા હત્યાકાંડના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જ્યાં એક મહિલાએ પોતાના પાર્ટનરનો જીવ લઈ લીધો હોયય સરકાર દ્વારા જ આ આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે, પણ ભારતના કેટલાક રાજ્યો છે કે જેમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે.

ક્રાઈમ ડેટામાં સામે આવેલા આંકડાઓ અનુસાર દેશના પાંચ રાજ્યમાં પાંચ વર્ષમાં 785 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં પત્નીઓએ જ પોતાના પતિનો જીવ લઈ લીધો હોય કે પછી સોપારી આપીને પતિની હત્યા કરાવી હોય. આ રાજ્યોમાં યુપી, બિહાર, એમપી અને રાજસ્થાન જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

પાંચેય રાજ્યોમાંથી યુપી સૌથી ટોપ પર છે ઉત્તર પ્રદેશ. યુપીને ક્રાઈમ કેપિટલ માનવામાં આવતી હતી, અને ઓપન ફાયરિંગ તો ખૂબ જ સામાન્ય બાબત હતી. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી અહીંનો માહોલ બદલાયો છે અને લોકોમાં કાયદાનો ડર અને નિયમ પાલનની શિસ્ત જોવા મળી રહી છે.

આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યાકાંડ: આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

તમને જાણીને નવાઈ લાગશે કે આ રાજ્યમાં મહિલાઓ ક્રાઈમ કરવામાં સૌથી ઉપર છે. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં 275 એવા કેસ નોંધાયા છે કે જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી છે. અહીં 2020માં 45, 2021માં 52, 2022માં 60, 2023માં 55 અવે 2024માં 62થી વધુ કેસ નોંધાયા હતા.

બીજા નંબરે આવે છે બિહાર. બિહારમાં સરકારી નોકરીઓને લઈને એક અલગ જ ગાંડપણ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અહીની મહિલાઓ હત્યા કરવાથી બિલકુલ ખચકાતી નથી. 2020માં 30, 2021માં 35, 2022માં 40, 2023માં 38 અને 2024માં 42 પતિઓના મૃત્યુનું કારણ પત્નીઓ બની હતી.

આપણ વાંચો: ૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી

યુપી અને બિહાર બાદ ત્રીજા નંબરે આવે છે રોયલ રાજસ્થાન. રાજસ્થાનમાં છેલ્લાં પાંચ વર્ષમાં આવા કેસ જોવા મળ્યા હતા. જેમાં 2020થી લઈને 2024 સુધી અનુક્રમે 2,25,28,30 અને 35 કેસ જોવા મળ્યા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં રાજસ્થાનમાં પણ પત્નીઓ હત્યારણ બની રહી હોવાનું આંકડાઓ જોતા સમજાઈ રહ્યું છે.

ચોથા નંબરે આવે છે મહારાષ્ટ્ર. વાત કરીએ આપણા મહારાષ્ટ્રની તો અહીં છેલ્લાં પાંચ વર્ષમાં પત્નીઓએ પતિની હત્યા કરી હોય એવા 100 કેસ રજિસ્ટર થયા છે અને ત્યાર બાદ વારો આવે છે મધ્ય પ્રદેશનો. જ્યાં છેલ્લાં પાંચ વર્ષમાં આવા કેસની સંખ્યા 87 જેટલી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button