ઓક્ટોબર અનેક રીતે ખાસ છે. ૧૯૨૫માં કચ્છનો પ્રવાસ ખેડનાર ગાંધીજીની જન્મજયંતી જ નહિ, પરંતુ કચ્છના વિકાસને ગતિ આપવા મદદરૂપ થનાર લાલ બહાદુર શાસ્ત્રી, રાજેન્દ્રબાબુની મુલાકાત તથા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનું પુણ્ય સ્મરણ થઇ જ આવે! તેમાં ૨ ઓક્ટોબર ૧૯૫૨નો દિવસ, વર્ષોથી યાતાયાતની યાતના ભોગવનાર લોકોને સળંગ કંડલા – ડીસા મીટરગેજ રેલવેસેવા મળવાની હતી. એ ઓક્ટોબર પ્રવાસમાં રેલ્વે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, સંરક્ષણ સચિવ વર્ગીસ સાથે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું કચ્છમાં ભવ્ય આગમન થયું હતું.
આ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ સ્વ. રાજેન્દ્રબાબુએ ઉચ્ચારેલું: “કચ્છની ઉન્નતિની યોજનાનો પ્રારંભ મહાત્માજીની જન્મજયંતી પ્રસંગે કરતાં કહીશ કે કચ્છે પોતાની જાતને હવે ભારતના બીજા પ્રદેશોથી પાછળ કે અલગ માનવાનું કોઈ કારણ નથી. કચ્છના મહારાવ વિજયરાજજી દ્વારા રાષ્ટ્રપતિના આ ઐતિહાસિક પ્રવાસને યાદગાર બનાવવા માટે ભુજના હમીરસર તળાવની વચ્ચે આવેલ લખોટા બાગને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો જેમાં મહારાવશ્રી દ્વારા ભુજના સાજન-મહાજનને રાષ્ટ્રપતિના સન્માનમાં ભવ્ય જમણવાર માટે આમંત્રણ આપવામાં આવ્યું, જે ભુજના ઇતિહાસમાં અનોખો પ્રસંગ બની રહ્યો હતો. રસોઈના સ્વાદથી ખુશ થઈને, રાષ્ટ્રપતિએ રસોઈયાને વ્યક્તિગત અભિનંદન પાઠવ્યાની યાદો છે, જેમાં એ પ્રસંગની યાદમાં એક પત્ર તેમણે લખેલો અને રસોઈયાને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ પણ આપેલું. આ પ્રસંગે, લખોટા બાગનું નામ ‘રાજેન્દ્ર પ્રસાદ બાગ’ રાખવામાં આવ્યું, જે આજે પણ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના કચ્છ પ્રવાસની યાદમાં જીવંત સ્મારક સમાન છે.
ભાવાનુવાદ: ઓક્ટોબર કિઇક રીતે ખાસ આય. ૧૯૨૫મેં કચ્છજો પ્રવાસ ખેડીંધલ ગાંધીજી જન્મજયંતી જ ન પ કચ્છજે વિકાસકે ગતિ ડેલા મધધ કરીંધલ લાલ બહાદુર શાસ્ત્રી, રાજેન્દ્રબાબુજી મુલાકાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માજો પુનકારી સમરણ થિઇ જ અચે! તેમેં ૨ ઓક્ટોબર ૧૯૫૨જો ડીં, કિઇક વરેંનું યાતાયાતજી મુસિભતું ભોગવીંધલ માડૂએંકે સરાર કંડલા – ડીસા મીટરગેજ રેલવેસેવા જુડેવારી હૂઇ. ઇ ઓક્ટોબર પ્રિવાસમેં રેલવે પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, સંરક્ષણ સચિવ વર્ગીસ ભેર ભારતજા પેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજો કચ્છમેં આઉગો આગમન થ્યો હો.
હિન પ્રિસંગતે સ્વ. રાજેન્દ્રબાબુ બોલ્યાવા: “કચ્છજી ઉન્નતિજી યોજનાજો પ્રારંભ મહાત્માજીજી જનમજયંતી પ્રિસંગતે કરીંધે ચોંધોસ કે કચ્છ પિંઢજી જાતકે હાંણે ભારતજે બ્યે પ્રડેસેનું પૂંઠીયા કે પછાત ગણેજી જરુ નાય. કચ્છજા મહારાવ વિજયરાજજી ભરાં રાષ્ટ્રપતિજે હિન ઐતિહાસિક પ્રિવાસકે જાધગાર ભનાયલા ભુજજે હમીરસરતે આવલ લખોટા બાગકે મસ્ત રીતે સણગાર્યો હો જેમેં મહારાવશ્રી ભરાં ભુજજે સાજન-માજનકે રાષ્ટ્રપતિજે માનમેં રખલ હિન જમણવારમેં નોતરો ડેમેં આયો હો, જુકો ભુજજે ઇતિહાસમેં આઉગો પ્રિસંગ ભની રયો હો. રસોઈજે સવાડનું રાજી થિઇને, રાષ્ટ્રપતિ રસોઈયેકે ખાસ સાભાસિ ડીંનો હો નેં હિકડ઼ો કાગર પ લખ્યો હો જેમેં રસોઈયેકે નોતરો ડિઇનેં રાષ્ટ્રપતિ ભવનમેં બોલાયો હો. હિન પ્રિસંગજી જાધમેં પોય લખોટા બાગજો નાંલો ‘રાજેન્દ્ર બાગ’ રખેમેં આયો હો જુકો અજ઼ પ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજે કચ્છ પ્રિવાસજી જાધમેં જીવંધો સ્મારક સમાન આય.
Also Read –