
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? મનમાં પણ એવો સવાલ થયો હશે કે ભારતીયો આટલી મોટી સંખ્યામાં ભારતીય નાગરિક્તા છોડીને કયા દેશની નાગરિક્તા સ્વીકારી રહ્યા છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી શાંતિથી વાંચી જવી પડશે.
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો 2019થી 2024 એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં 10,40,860 ભારતીયો ભારતીય નાગરિકતા છોડી ચૂક્યા છે, જેની એવરેજ કાઢીએ તો દર વર્ષે સરેરાશ બે લાખ લોકોએ પોતાના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.
આપણ વાંચો: ભારતીય નાગરિકત્વ છોડવામાં ગુજરાત ત્રીજા નંબરે
કયા વર્ષે કેટલા ભારતીય નાગરિકોએ છોડી નાગરિક્તા?
જી હા, સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે. સંસદના ચોમાસુ સત્રમાં આ વાતનો ખુલાસો થયો છે. આ આંકડાઓ અનુસાર 2019માં 1,44,017, વર્ષમાં 2020માં 85,256, વર્ષ 2021માં 1,63,370, વર્ષ 2022માં 2,25,620 લોકોએ, 2023માં 2,16,219 લોકોએ અને 2024માં 2,06,378 લોકોએ ભારતીય નાગરિક્તા છોડી હતા.
કયા દેશમાં થઈ રહ્યા છે સ્થાયી?
હવે આટલી મોટી સંખ્યામાં ભારતીયો નાગરિકતા પોતાના દેશની નાગરિક્તા છોડી રહ્યા છે તો આખરે તેઓ કયા દેશની નાગરિકતા લઈ રહ્યા છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે.
તમારા આ સવાલનો જવાબ છે કે ભારતીય નાગરિક્તા છોડીને ભારતીયો 153 વિવિધ દેશમાં વસી રહ્યા છે, જેમાં અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ, જર્મની જેવા વિકસિત દેશોની નાગરિકતા લઈ રહ્યા છે. આ સાથે સાથે આઈસલેન્ડ, બ્રાઝિલ, એન્ટિગુઓ એન્ડ બર્મ્યુડા, વેટિકન જેવા દેશોમાં પણ સ્થાઈ થઈ રહ્યા છે.
આપણ વાંચો: CAA વિરૂધ્ધ કેરળ સરકાર પહોંચી સુપ્રીમમાં, કાયદાને ‘ગેરબંધારણીય’ ગણાવી સ્ટે મુકવાની કરી માંગ
નાગરિકતા કેમ છોડી રહ્યા છે?
વાત કરીએ ભારતીય નાગરિકતા કેમ થોડી રહ્યા છે તો સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય નાગરિકો વ્યક્તિગત સુવિધા, વિદેશમાં નોકરી, પરમનન્ટ સિટીઝનશિપ જેવા કેટલાક કારણો જવાબદાર છે.
ભારતમાં ડ્યુઅલ સિટીઝનશિપ માન્ય નથી અને જ્યારે પણ કોઈ ભારતીય નાગરિકને વિદેશી નાગરિકતા મળે છે ત્યારે તેમણે ઈન્ડિયન સિટીઝનશિપ સરેન્ડર કરવી પડી છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 9 અને નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 9 હેઠળ ડ્યુઅલ સિટીઝનશિપ એક ગુનો છે.
આપણ વાંચો: આ દેશોના 18 લોકોને CAA કાયદા હેઠળ મળી નાગરિકતા, મંત્રી હર્ષ સંઘવીએ કહીં આ મોટી વાત
અમીરો પણ છોડી રહ્યા છે દેશ
ભારતીય નાગરિકો નાગરિકતા જ નહીં પણ ધનવાન લોકો પણ દેશ છોડી રહ્યા છે. આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો એકલા 2025માં 3,500 ભારતીય ધનવાનોએ વિદેશ જઈને વસવાટ કરવાની યોજના બનાવી રહ્યા છે. 2023 અને 2024માં તો આ આંકડા અનુક્રમે 5,100 અને 4,300 જેટલા હતા.