Indian Railwayની ટ્રેનમાં કપલે કરી એવી હરકત કે જોઈને શરમથી થઈ જશો પાણી પાણી…

અવારનવાર મેટ્રો ટ્રેન, પબ્લિક પ્લેસ કે ટુવ્હીલર પર કપલ્સના રોમાન્સ ફરમાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હોય છે, પણ હવે તો કપલે ભારતીય રેલવેની ટ્રેનને પણ છોડી નથી. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કપલ એક્સપ્રેસ ટ્રેનની અપર બર્થ પર અંતરંગ પળો માણી રહ્યું છે. આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સના જાત જાતના રિએક્શન પણ આ વીડિયો પર જોવા મળી રહ્યા છે. આવો જોઈએ આખી ઘટના વિસ્તારથી…
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કપલ એક સાથે બર્થ પર એકબીજાને આલિંગન આપીને અને અભદ્ર વર્તન કરીને જાહેરમાં પોતાનું સો કોલ્ડ પ્રેમનું પ્રદર્શન કરતાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં અન્ય પ્રવાસીઓ પણ શરમમાં મૂકાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં નેટિઝન્સનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
જાહેર સ્થળે કપલની આવી અણછાજતી હરકતના આ વીડિયો પર સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે હવે ભારતીય રેલવેમાં પણ ઓયો ફેસિલિટી ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મેટ્રો અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો માણસનો પગ, લોકોએ જે કર્યું તે જાણીને……
જોકે, આ વાઈરલ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે અને કયા રૂટ પરની ટ્રેનનો છે એ વિશે કોઈ જ માહિતી જાણી શકાય નથી.
જોકે, આ પહેલાં વખત નથી કે આ રીતે કપલ્સ જાહેર સ્થળોએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આ રીતે ઈન્ટિમેટ થઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હોય. આ પહેલાં પણ સ્કૂટી પર, દિલ્હી અને બેંગ્લોરની મેટ્રો ટ્રેનોમાં આ રીતે કપલ અંતરંગ પળો માણતા, કિસ કરતાં જોવા મળ્યા છે અને એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
આ બાબતે ભારતીય રેલવે દ્વારા કોઈ પણ પ્રકારની ઓફિશિયલ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પણ નેટિઝન્સે આ કપલને સોશિયલ મીડિયા પર ખરી ખોટી સંભળાવવામાં કોઈ કસર બાકી રાથી નહોતી.