હવે ટ્રેનમાં પ્રવાસીઓ લઈ જઈ શકશે આટલું જ વજન, Indian Railwayનો આ નિયમ જાણી લો નહીંતર…

દેશની અર્થવ્યવસ્થામાં ભારતીય રેલવે (Indian Railway)નું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો લોકો ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એ માટે વિવિધ નિયમો બનાવવામાં આવે છે.
આજે અમે અહીં તમને રેલવેના આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નિયમ પ્રવાસ દરમિયાન પ્રવાસી કેટલું વજન લઈને એ વિશેનો છે. રેલવે દ્વારા પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન કેટલું વજન સાથે લઈ જઈ શકે છે એ અંગે એક મર્યાદા નક્કી કરી છે. આ નિયમ વિશે જાણી લેવું જ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. ચાલો જોઈએ શું છે આ નિયમ-
આપણ વાંચો: જાણી લેજો મહત્વના સમાચાર, ભારતીય રેલવેના ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો બદલાવ
વજન લેવા માટેની મર્યાદા કરાઈ નક્કી
ભારતીય રેલવે દ્વારા ફ્રી સામાન લઈ જવાની મર્યાદા તમારા ક્લાસ પર આધારિત હશે. જો તમે એસી ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરો છો તો તમને 70 કિલો સુધીનો સામાન લઈને જવાની પરવાનગી આપવામાં આવે છે. એસી ટુ ટિયરમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને 50 કિલો સુધીનું સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે.
જ્યારે એસી થ્રી ટિયર અને સ્લિપર ક્લાસમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને 40 કિલો સુધી સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત જનરલ સેકન્ડ ક્લાસ સિટિંગ કોચમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને 35 કિલો જેટલો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે.
આપણ વાંચો: ભારતીય રેલવેના 5 ‘ઘાતક’ અકસ્માત, જેમાં હજારો લોકોએ ગુમાવ્યા હતા જીવ, જાણો વિગતવાર ઈતિહાસ?
અતિરિક્ત વજન પર વસૂલાશે દોઢ ગણી ફી
રેલવે દ્વારા આ મર્યાદા પ્રવાસીઓના નિજી સામાન માટે હોય છે જેથી તેઓ કોઈ પણ વધારાનો ચાર્જ આપ્યા વિના આરામથી મુસાફરી કરી શકે. પણ જો પ્રવાસી પાસે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન જોવા મળે તો રેલવે તેમની પાસેથી વધારાની ફી વસૂલી શકે છે, જે સામાન્ય દર કરતાં 1.5 ટકા વધારે હોઈ શકે છે.
આપણ વાંચો: ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
આ રહ્યા હેલ્પલાઈન નંબર
રેલવેની લેટેસ્ટ અપડેટ્સ અને સચોટ માહિતી માટે ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઈટ indianrailways.gov.in પર જઈ શકો છો. આ સિવાય હેલ્પ લાઈન નંબર 139 પર પણ સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત તમે સ્ટેશન મેનેજરને પણ કોઈ સમસ્યા કે ફરિયાદ કરી શકો છો.