ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!

  • ભરત ઘેલાણી

ડિજિટલ યુગમાં યુવા નાગરિકો સાથે કદમ મિલાવી એમના પ્રશ્ર્નો ઉકેલવા – એમને માર્ગદર્શન આપવા મહાનગરની આજની પોલીસ પણ કઈ રીતે સોશિયલ મીડિયામાં કાબેલ બની ગઈ છે?

કેટલાંક જોબ અર્થાત કામ-નોકરી સુનિશ્ર્ચિત હોય. એની પરિભાષા મુજબ જ એ થાય. અમુક કામ છેતરામણાં હોય.કામનાં નામ અને કાજને કંઈ લાગેવળગે નહીં તો અમુક એવાં પણ હોય,જે નામ પ્રમાણે ન પણ વર્તે અને અચાનક યુ-ટર્ન લઈને આપણને વિસ્મયમાં ડૂબાડી પણ દે આ પ્રકારની કામગીરીમાં મોખરે આવે પોલીસ તરીકે ઓળખાતી એક જણસ! ‘પોલીસ’ શબ્દ કાને પડતા જ એની એક એવી છબી નજર સામે તરવરી ઊઠે કે થાય : આનાથી દૂર રહેવું સારું !


જોકે, પોલીસનાં નામ-કામ કેટલીક વાર છેતરામણાં પણ પુરવાર થાય. રુક્ષ ધારેલો પોલીસમેન કોમળ હૃદયી નીકળે. કડક પોલીસમાં કેટલાંક ગુણ (કે અવગુણ !) હોવા ઉપરાંત એક વિશેષતા એ પણ છે કે એ ધારે ત્યારે પોતે ખુદ હળવાં થઈને બીજાંને હાસ્યમાં પણ તરબોળ કરી શકે ..


રુક્ષ-નિષ્ઠુર લાગતા પોલીસવાળા કેવાં સહૃદયી ઈન્સાન હોય છે એના અનેક દાખલા આપણને કોરોના-કાળમાં જોવાં મળ્યાં. એ જ રીતે, એ જ ફરજનિષ્ઠ આદમી જરૂર પડે ત્યારે કઠિન કાળમાંય મુક્તમને હસી શકે છે અને બીજાનેય હળવા પણ કરી શકે છે.


આજના પોલીસમેનને ખરા અર્થમાં આજના ડિજિટલ યુગના રોલ ભજવતાં આવડે છે. એ ટેકનોસેવી છે.એ નવી નવી ટેકનોલોજિથી પૂરતો માહિતગાર છે. અનેક અટપટી ઈન્ડિયન પીનલ કોડને મુખસ્થ રાખનારો પોલીસ અધિકારી આધુનિક સોશ્યલ મીડિયા નેટવર્કિંગની નીતિ-રીતિથી એ અજાણ્યો નથી. એને ફેસબુક- ટ્વિટર (અર્થાત હવે ડ) – વોટસ ઍપ- ઈન્સ્ટા(ગ્રામ) કે પછી – સ્નેપચેટ, ઈત્યાદિ પર મેસેજ અને ફોટા કે વીડિયો ક્લિપ્સ બરાબર પોસ્ટ કરતા આવડે છે સાયબર સ્પેસનો વ્યાપ બરોબર જાણતો આજનો યુવાન પોલીસકર્મી રૂઢિગત કાયદાની ભાષામાં વાત કરવાને બદલે હ્યુમર-હળવા હાસ્ય સાથે ‘ટ્વિટર’ પર ટહુકો કરે અને જરુર પડે તો ‘ફેસબુક’ પર પોલીસનો કરડો ચહેરો પણ દેખાડી શકે..!

Official advice from Indian Police. : r/PUBATTLEGROUNDS


જો તમને યાદ હોય તો થોડા સમય પહેલાં અભિનેતા વરુણ ધવન અને એની એક પ્રશંસકની તસવીર સોશ્યલ મીડિયા પર તથા છાપાઓમાં બહુ વાઈરલ થઈ હતી. વરુણ એની કારમાં છે અને એની ફેન ઑટોરિક્ષામાં છે. બન્નેનાં વાહન સમાંતરે ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચે છે ત્યારે વરુણને આટલો નજીક જોઈને પેલી ફેન આનંદ -આશ્ર્ચર્યથી ઉછળી પડે છે અને વરુણ કારની વિન્ડોમાંથી બહાર ઝૂકીને ઑટોમાં બેઠેલી પોતાની ફેનને ખુશ કરવા એની સાથે એક સેલ્ફી કિલક કરે છે..

થોડા કલાકમાં જ એ તસવીર ‘ટ્વિટર’ પર વાઈરલ થતાં મુંબઈ ટ્રાફિક પોલીસે વરુણ ધવનને ચીમકીભર્યા શબ્દોમાં ટ્વિટ કર્યું:
‘મિસ્ટર યંગ ઍકટર, ચાલુ ટ્રાફિકે આ પ્રકારના સેલ્ફીને લીધે તમારો અને તમારા ફેનના જીવ જોખમમાં મૂકાય શકે..આવાં દુ:સાહસ ના કરોએ બધું ફિલ્મના રુપાળાં પરદા પર ચાલે- જાહેર જીવનમાં નહીં! આ વખતે જસ્ટ ચેતવણી આપીને જવા દઈએ છીએ.બીજી વાર આવી ચેષ્ટા કરી તો ટ્રાફિક કાયદા ભંગ બદલ આકરો દંડ ફટકારીશું ! ’

Gurugram Traffic Police's 'Dus Bahane' song meme tweet goes viral


આજના યુવાનોનો લાડકો એકટર કાર્તિક આર્યને પણ એકવાર સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખોટું પાર્કિંગ કર્યુ તો એને પણ આવી ચીમકી મળી ગઈ હતી પછી વરુણ ધવન અને કાર્તિક બન્ને સાનમાં સમજી ગયા અને તરત જ મુંબઈ પોલીસની જાહેર માફી માગી લીધી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું એવી બાંયધરી પણ આપી વરુણ-કાર્તિકને તો પોલીસે આ રીતે અપવાદ રૂપ આંખ લાલ કરીને જવા દીધા,પણ પોલીસ પછી મુંબઈની હોય કે પાટનગર દિલ્હીની.. એ બને ત્યાં સુધી સોશ્યલ મીડિયા પર હાસ્ય કે કટાક્ષની ભાષામાં જોઈતો મેસેજસચોટ રીતે પહોંચાડી દે છે. કેટલાંક પોલીસમેન અને
વુમન એમની આવડત – સિદ્ધિ સોશ્યલ મીડિયા પર વહેતી કરીને આમ જનતાની વાહ..વાહ’ પણ મેળવી લે છે.


મુંબઈ પોલીસ દળમાં નાનપણથી ડાન્સ કરવાનો શોખીન એવો અમોલ કાંબળે નામનો એક કોસ્ટેબલ ઓફ્ફ ડ્યૂટી નિયમિત નૃત્યની પ્રેક્ટિસ કરે પછી એની વીડિયો એ ‘ઈન્સ્ટાગ્રામ’ પર પોસ્ટ કરે છે,જેને હજારો દર્શકો બિરદાવે છે. કોવિડ કાળમાં એક વાર ટુ-વ્હીલરના ચાલકે ચહેરા પર કઈ રીતે માસ્ક પહેરવું જોઈએ એ દર્શાવતી એની ડાન્સ વીડિયો અમોલ કાંબળેએ પોસ્ટ કરી તો એ જબરી વાઈરલ થઈ. લાખ ઉપર એને લાઈક્સ મળી અને કોરોના-કાળમાં લોકોને આ રીતે માર્ગદર્શન આપવા માટે ખુદ પોલીસ વિભાગે પણ એની નોંધ લઈને અમોલના આ પ્રયાસને વધાવ્યો પણ ખરો ..

bengaluru police, bangalore police, bangalore police twitter, bangalore police twitter funny, bangalore police twitter posts, bangalore police tweets


મહાનગરોમાં જેમ પોલીસના સાયબર ક્રાઈમ સેલ હોય છે તેમ સોશ્યલ મીડિયાનો પણ ખાસ વિભાગ છે,જે વખતોવખત જાહેર જીવનને લગતાં પ્રશ્ર્નોને સંબોધીને નાગરિકોને માર્ગદર્શન કે સૂચન-સૂચના આપતા રહે છે.મુંબઈ પોલીસની આવી સોશ્યલ મીડિયા ટીમમાં ડિજિટલ માધ્યમની ખાસ તાલીમ પામેલા દસેક કોન્સ્ટેબલ્સ ઉપરાંત સોશ્યલ મીડિયાની કામગીરી બજાવી શકે એવી વ્યક્તિઓનો સ્ટાફ પણ છે. હળવા મિજાજમાં પેશ થતી એમની ડ અને ઈન્સ્ટા પોસ્ટના પચાસ લાખથી વધુ ફોલોવર્સ પણ છે.
આ ટીમ બોલિવૂડ-હોલિવૂડનાં ફેમસ સોંગ્સ-ટીવી સિરિયલ્સ-પોપ મ્યુઝિક શોથી બરાબર પરિચિત હોય છે. સમકાલીન ઘટના આધારિત ‘મીમ્સ’ તૈયાર કરવામાં પારંગત છે એટલે સ્થિતિ-પરિસ્થિતિ અનુસાર એને પેશ કરીને યુવા વર્ગનું ખાસ ધ્યાન ખેંચે છે.
એજ રીતે યુવાનોના પ્રિય એવાં ‘રોઝ-ડે’ કે ‘વેલેન્ટાઈન -ડે’ કે પછી ‘ફ્રેન્ડ્શિપ -ડે’ના અવસરે પોલીસના ડ અથવા તો ‘ઈન્સ્ટાગ્રામ’ હેન્ડલ પર પ્રસંગરૂપ મેસેજ વહેતા કરી ‘અમે પણ તમારી સાથે જ છીએ’ એ વાત યુવાનોને પહોંચાડી એમનાં દિલ જીતે છે.
ઓનલાઈન ઑપરેટ કરતી વખતે પોતાના પાસવર્ડને કેવી રીતે સુરક્ષિત રાખવો એની સલાહ પણ મુંબઈ પોલીસ અવારનવાર સોશિયલ મીડિયા પર આપતી રહે છે,જેમકે એ એવી પણ સલાહ આપે કે ‘તમારો બાળપણનો પ્રેમ હજુ પણ ગુપ્ત જ રાખ્યો હોય તો એમાં બીજાં કેટલાંક કેરેકટર્સ-અક્ષર જોડીને એનો પાસવર્ડ બનાવો !’


આપણી હિન્દી ફિલ્મો અને અનેક ટીવી શો યંગ જનરેશનમાં પોપ્યુલર છે એટલે પોલીસનું સોશ્યલ સેલ પણ એનો આધાર લઈ પોતાના મેસેજ નાગરિકોને પહોંચાડે છે. એમની આવી ઝુંબેશ તરફ આજની નવી પેઢી હવે વધુ ને વધુ ધ્યાન આપતી અને એને સ્વીકારતી પણ થઈ ગઈ છે.
જુવાન હૈયાંઓને પોલીસના સોશ્યલ મીડિયા સેલ્સ પોતાની પોસ્ટ દ્વારા કઈ રીતે મનાવે છે -પટાવે છે એની આ ઘટના સાંભળવા જેવી છે :
દિલ્હી પોલીસને એક યુવાને પુછાવ્યું:
‘સર, આ વીક ઍન્ડમાં મેટ્રો ચાલુ રહેશેને? મારી ગર્લ ફ્રેન્ડને ઘણા ટાઈમથી મળ્યો નથી. હવે જો હું એને નહીં મળું તો અમારું બ્રેક્-અપ પાક્કું પ્લીઝ, હેલ્પ..’
ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો છેલ્લો નાટકીય ટ્રેન સીન, જેમાં શાહરુખને મળવા કાજોલ દોડે છે એ વખતે પિતા અમરીશ પુરીનો સંવાદ: ‘જા,સિમરન, જી લે અપની જિંદગી’ ખાસ્સો યાદગાર છે. એને ટાંકીને દિલ્હી પોલીસે પેલા ઉત્સુક યુવા પ્રેમીને જવાબ આપ્યો:
‘મેટ્રો ચાલુ હૈ, મેરે દોસ્ત જા,જી લે અપની જિંદગી!’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button