Solar Eclipse 2024: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? ભારતમાં દેખાશે? જાણો

વર્ષ 2024નો પહેલો મહિનો પસાર થઈ ચૂક્યો છે ત્યારે ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ વર્ષમાં જે ઘટનાઓ ઘટશે તે વિશેની માહિતી અમે તમને આપી રહ્યા છીએ. જ્યોતિષીઓ પોતાના પંચાગની દષ્ટિએ પોતાનો મત આપતા હોય છે. અમુક જ્યોતિષી (Astrologer) અને નિષ્ણાતોના કહેવા અનુસાર આ વર્ષે 2 સૂર્યગ્રહણ થવાના છે. જેમાં વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે.
ગ્રહણ એક ખગોળીય ઘટના છે. પરંતુ વિજ્ઞાનની સાથે જ જ્યોતિષ અને અધ્યાત્મની દૃષ્ટિએ પણ તેને મહત્વના માનવામાં આવે છે. વર્ષ 2024માં થનારા ગ્રહણની વાત કરીએ તો આ વર્ષે કુલ 4 ગ્રહણ થવાના છે. જેમાંથી 2 સૂર્યગ્રહણ થશે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ (Solar Eclipse) ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ થવાનું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી સુતક કાળ પણ માન્ય રહેશે નહીં. જોકે કે ઘણા વર્ષો પછી આ સૌથી લાંબુ ગ્રહણ હશે.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ થશે. આ ગ્રહણ 8મીએ રાત્રે 9:12 વાગ્યાથી 2:22 વાગ્યા સુધી ચાલશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 10 મિનિટનો રહેશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ સૂર્યગ્રહણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, ઉત્તર ધ્રુવ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ પશ્ચિમ યુરોપ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વગેરે દેશોમાં દેખાશે, તેવી માહિતી મળી છે.
શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણની શરૂઆતના 12 કલાક પહેલા સુતકનો સમયગાળો શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવા માટે પ્રતિબંધિત છે. આ સાથે મંદિરોના દરવાજા પણ બંધ છે. પરંતુ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય રહેશે નહીં.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં છે, પરંતુ તેના પહેલા પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે. તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) 25 માર્ચ, 2024 ના રોજ સવારે 10:41 વાગ્યે શરૂ થશે અને લગભગ 3:01 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય રહેશે નહીં.