ભારત મહિલાઓ માટે એકલા ફરવા જેવી જગા નથી ?

સોલો ટ્રાવેલિંગ આજકાલ ખૂબ જ કોમન થઈ ગયું છે. એકલી સ્ત્રી કે પુરુષ એક બેગપેક લઈને ગમે ત્યાં ફરવા નીકળી જાય છે. મોટાભાગના રેગ્યુલર સોલો ટ્રાવેલર્સને પોતાના બ્લોગ છે અને તેઓ ટ્રાવેલ બ્લોગર તરીકે ઘણા ફેમસ થઈ જાય છે.
આ લોકો માત્ર જાણીતા જ નહીં પણ દુનિયાએ ઓછા જોયેલા સ્થળો પર પણ જાય છે અને લોકોને જે તે સ્થળથી વાકેફ કરે છે. આવી જ એક ટ્રાવેલ બ્લોગર તન્વી દીક્ષિતનો એક વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં તન્વીએ દુનિયાના અમુક દેશોમાં ફરીને દિવસો પસાર કર્યા છે અને ત્યારબાદ તેણે રેટિંગ જાહેર કર્યું છે, જેમાં કયાં દેશો મહિલાઓ માટે કે સોલો ટ્રાવેલર્સ માટે સૌથી વધારે સુરક્ષિત છે તેની વત કર છે.
આપણ વાંચો: ધારાવીની ઝૂંપડપટ્ટીમાં અમેરિકન ટુરિસ્ટે મચાવી ધૂમ, પણ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ!
તન્વીએ એકથી દસ સુધી રેટિંગ આપ્યું છે, જેમાં ભારતને ઘણા જ ઓછા માર્ક્સ તન્વીએ આપ્યા છે. તેનાં આ વીડિયો બાદ નેટિઝન્સ બે ભાગમા્ં વહેંચાઈ ગયા છે.
તન્વીએ થાઈલેન્ડ અને વિયેટનામને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત દેશ કહ્યા છે. ઈટલી અને નેપાલ પણ સુરક્ષિત છે, પરંતુ ભારત મહિલાઓ માટ એકલાં ફરવા જેવી જગ્યા નથી, તેવું તન્વીનું માનવાનું છે.
તન્વીએ ભારતને 10માંથી 02 જ માર્ક્સ આપ્યા છે. તનવીએ કહ્યું છે કે હું બહુ ભારે મન સાથે આ વાત કહી રહી છું, પરંતુ ભારત મહિલાઓ માટે સુરક્ષિત નથી, પણ મને આશા છે કે સ્થિતિમાં પરિવર્તન આવશે.
આપણ વાંચો: ચલો, સૂર્યનગરી જોધપુર… રાજસ્થાન રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું એક જોશીલું નગર…!
તન્વીની વાતો અમુક લોકોને સાચી લાગી છે. ભારતમાં મહિલા સુરક્ષિત નથી અને અજાણ્યા સ્થળોએ એકલી ફરવા જેવું વાતાવરણ નથી તેમ ઘણાનું માનવાનું છે તો અમુક લોકો તેને ખોટી માની રહ્યા છે કે દેશમાં એટલી પણ અસુરક્ષા નથી. હવે જેમને જેવો અનુભવ થયો હશે તે રીતે તેઓ તન્વીની વાતને જોશે. તમને શું લાગે છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.