અનંત-રાધિકાની સંગીત નાઈટમાં ચર્ચા તો Nita Ambaniની બહેનના શૂઝની જ…
હાલમાં અંબાણી પરિવાર (Ambani Family)ની ખુશીનો કોઈ પાર નથી અને આવું હોય પણ કેમ નહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. દરરોજ અલગ અલગ ઈવેન્ટ્સમાં અંબાણી પરિવારના સભ્યો પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી રહ્યા છે. પરંતુ ગઈકાલની સંગીત નાઈટમાં એવું કંઈક થયું કે જેની કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય.
વાત કરીએ સંગીત ફંક્શનની તો આ ફંક્શનમાં જ્યાં એક તરફ નીતા અંબાણીની બહેન મમતા દલાલ (Nita Ambani’s Sister Mamta Dalal)એ માતા મમતા દલાલ સાથે એકદમ સ્ટાઈલિશ એન્ટ્રી મારી હતી તો મુકેશ અંબાણીની બહેન દિપ્તી સાલગાંવકરે (Mukesh Ambani’s Sister Dipti Salgankar)એ પણ પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી હતી.
મમતા દલાલે માતા પૂર્ણિમા દલાલ સાથે ટ્વીનિંગ કરી હતી. મમતાએ જ્યાં પિંક આઉટફિટ પહેર્યો હતો તો પૂર્ણિમા દલાલ પિંક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરીને પોતાની સાદગીથી લોકોના દિલ જિતી લીધા હતા. અંબાણી પરિવારની જેમ જ તેમના મહેમાનો પણ સ્ટાઈલ મારવામાં કંઈ ઓછા નથી.
આ પણ વાંચો: Anant-Radhika wedding: સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી અંબાણીની કંકોત્રીનો ભાવ જાણો છો?
મમતાએ જ્વેલરીમાં હીરોથી જડેલો સુંદર લેયરિંગવાળો હાર અને એની સાથે મેચિંગ ઈયરરિંગ પહેર્યા હતા. આ સાથે હીરાની બંગડીઓ પહેરી હતી. આટલા સારા લૂક પછી પણ લોકોનું ધ્યાન તેમણે પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ કલરના સ્પોર્ટસ શૂઝે ખેચ્યું હતું. સ્ટાઈલિંગને પ્રાધાન્ય આપવાની સાથે સાથે મમતાએ કમ્ફર્ટ સાથે કોમ્પ્રોમાઈઝ કરવાનું પસંદ નહોતું કર્યું. સોશિયલ મીડિયા પર મમતા દલાલનો આ સ્પોર્ટ્સ શૂઝ લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નીતાભાભીની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ મુકેશ અંબાણીના બહેન દિપ્તી સાલગાંવકરે પણ અનંત અંબાણીના સંગીતમાં ખૂબ જ સજીધજીને પહોંચ્યા હતા. લાલ કલરનો હેવી વર્કવાળા લહેંગામાં દિપ્તી ખૂબ જ સુંદર લાગી રહી હતી. થ્રી-ફોર્થ સ્લીવ્ઝવાળા બ્લાઉસ સાથે મુકેશ અંબાણીની બહેને ડાયમંડનો ત્રણ લેયરવાળો ડાયમંડના નેકલેસ સાથે નાનકડો ચોકર પણ પેયર કર્યો હતો. આ સાથે તેમણે મેચિંગ ઈયરરિંગ્સ અને બંને હાથમાં બે બે ડાયમંડની બંગડીઓ પહેરી ને સંગીત નાઈટમાં પહોંચ્યા હતા.
એક તરફ જ્યાં નીતા અંબાણીની બહેન મમતાએ પિંક લહેંગા લૂકને શિમરી આઈઝ અને પિંક લિપ્સ સાથે કમ્પલિટ કર્યો હતો તો દિપ્તીએ રેડ લિપ્સ સાથે પોતાના લૂકને ફાઈનલ ટચ આપ્યો હતો.