Aadhar Updateને લઈને આવ્યા મહત્વના સમાચાર, UIDAIએ આપી માહિતી, જાણી લો એક ક્લિક પર…

Unique Identification Authority Of India (UIDAI) દ્વારા આધાર કાર્ડની નોંધણી અને આધાર અપડેટ નિયમોમાં ફેરફાર સંબંધિત એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે અને આ માહિતી અનુસાર આધાર કાર્ડની નોંધણી અને અપડેટ માટે નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
પરિણામે જો તમે પણ આધાર કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરાવવા માંગો છો કે પછી નવું આધાર કાર્ડ બનાવવા માંગો છો તો તમારે હવે નવું ફોર્મ ભરવું પડશે. આ સિવાય NRI લોકો માટે પણ અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
UIDAI દ્વારા બનવવામાં આવેલા આ નવા નિયમોને કારણે હવે આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક ડેટા જેમ કે નામ, સરનામું વગેરે અપડેટ કરવાનું પહેલાંની સરખામણીએ વધુ સરળ થઈ જશે. નવા નિયમો જાહેર કરવામાં આવ્યા બાદ પણ તમે બે પદ્ધતિથી તમારૂ આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. તમે તેને ઓનલાઈન વેબસાઈટ પરથી કે પછી એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને અપડેટ કરી શકો છો.
વાત કરીએજૂના નિયમોની તો આ નિયમો હેઠળ ઓનલાઈન મોડમાં એડ્રેસ અને અન્ય કેટલીક માહિતી અપડેટ કરવાની સુવિધા આપવામાં હતી. જ્યારે અન્ય માહિતી અપડેટ કરવા માટે, કાર્ડ ધારકોએ એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડતું હતું, પરંતુ આ હવે નવા નિયમ હેઠળ હવે ઘણી બધી માહિતી કાર્ડ ધારકો ઓનલાઈન જ અપડેટ કરી શકશે. ભવિષ્યમાં એવી પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે કે તમે મોબાઈલ નંબર ઓનલાઈન પણ અપડેટ કરો શકશો.
આધાર કાર્ડ માટે નોંધણી અને આધાર વિગતો અપડેટ કરવા માટેના હાલના ફોર્મની બદલીને નવું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. નવા ફોર્મ 1નો ઉપયોગ 18 વર્ષ અને તેથી વધુ વયના રેસિડેન્ટ અને નોન-રેસિડેન્ટ વ્યક્તિઓ માટે આધાર નોંધણી માટે કરી શકશે.
NRI કે જેમની પાસે ભારતની બહાર સરનામાનો પુરાવો છે, એવા લોકો ફોર્મ 2નો ઉપયોગ નોંધણી અને અપડેટ માટે કરવા માટે કરી શકશે. માત્ર ભારતીય સરનામું ધરાવતા NRI, જેમની ઉંમર 5 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, તેઓ ફોર્મ 3નો ઉપયોગ કરી શકે છે. ફોર્મ 4નો ઉપયોગ NRIના સંતાનો વિદેશી સરનામા સાથે કરી શકે છે. એ જ રીતે, વિવિધ કેટેગરી માટે ફોર્મ 5,6,7,8 અને 9 બહાર પાડવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને લોકો આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરાવી શકશે.