EV ખરીદવાનો છે વિચાર? સાચો નિર્ણય લેવા માટે જાણી લો આ મહત્વની વાતો

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ઈલેક્ટ્રિક વાહનો (EV)ની માગ ઝડપથી વધી રહી છે. આ વાહનો સસ્તા ચલાવવાના અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ હોવાથી લોકો તરફી થઈ રહ્યા છે. પરંતુ EV ખરીદતા પહેલાં કેટલીક મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી નિર્ણય સાચો અને લાંબા ગાળાનો ફાયદાકારક રહે.
ગાડીની જરૂરિયાત અને રેન્જ તપાસો
EV પસંદ કરતા પહેલા તમારી દૈનિક મુસાફરીનું અંતર જુઓ. લાંબા રૂટ માટે એક ચાર્જમાં 300 કિમીથી વધુ રેન્જવાળું વાહન લો, જ્યારે શહેરી ઉપયોગ માટે 150-200 કિમી રેન્જ પૂરતી છે. આનાથી બજેટ અને જરૂરિયાત બંને સંતુલિત રહેશે.
આપણ વાચો: દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની બજારનું કદ ₹ 20 લાખ કરોડનું થશે અને પાંચ કરોડ રોજગારનું સર્જન થશે: ગડકરી
ચાર્જિંગ વ્યવસ્થા મહત્વની
તમારા વિસ્તારમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા અને ઝડપ તપાસો. ઘરે વોલ ચાર્જર લગાવવાની સુવિધા હોય તો રાત્રે ચાર્જ કરીને સવારે તૈયાર વાહન મળે. ચાર્જિંગની અછત વચ્ચે EV ખરીદવું મુશ્કેલી વધારી શકે છે.
બેટરી અને સર્વિસ નેટવર્ક
બેટરી EVનું હૃદય છે, તેથી 7-8 વર્ષની વોરંટી અને ઓછામાં ઓછા 1.5 લાખ કિમીની ગેરંટીવાળી પસંદ કરો. કંપનીનું સર્વિસ સેન્ટર નજીક હોવું જરૂરી છે, કારણ કે EVનું જાળવણી પેટ્રોલ વાહનથી અલગ હોય છે અને તાત્કાલિક મદદ જરૂરી હોય છે.
સરકારી FAME સ્કીમ અને રાજ્યની EV પોલિસી હેઠળ મળતી સબસિડી તપાસીને લાભ લો – આનાથી કિંમત 1-2 લાખ સુધી ઘટી શકે છે. ખરીદી પહેલા ચોક્કસ ટેસ્ટ ડ્રાઇવ લો, જેથી વાહનની ગતિ, આરામ અને હેન્ડલિંગનો અનુભવ મળે. ઉતાવળ વિના વિવિધ મોડેલની તુલના કરીને શ્રેષ્ઠ પસંદગી કરો.



