Aadhar Cardમાં એક જ વખત સુધારી શકશો આ ભૂલો, નહીંતર આજીવન…

ભારતમાં રહેનારા દરેક નાગરિક માટે પેનકાર્ડ, રેશનિંગ કાર્ડ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ એ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજોમાંથી એક છે. આ તમામ દસ્તાવેજોની જરૂરિયાત અનેક સરકારી કામકાજ કે યોજનાનો લાભ લેવા જતી વખતે કરવો પડે છે. પરંતુ આ બધામાં પણ સૌથી વધુ ઉપયોગમાં આવતો અને જરૂરી કોઈ દસ્તાવેજ હોય તો તે છે આધાર કાર્ડ.
આજે અમે અહીં તમને આ આધાર કાર્ડ સંબંધિત જ એક મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ માહિતી જાણી લેવું તમારા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે, નહીંતર પાછળથી તમને પસ્તાવવાનો વારો આવી શકે છે. આવો જોઈએ કઈ છે આ માહિતી-
આધાર કાર્ડ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો દસ્તાવેજ છે અને આ આધાર કાર્ડ યુઆઈડીએઆઈ દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. ઘણી વખત આ આધાર કાર્ડ બનાવવા જતાં અનેક ભૂલો, સ્પેલિંગ મિસ્ટેક્સ વગેરે થઈ જતી હોય છે. આ ભૂલોને સુધારવા માટે યુઆઈડીએઆઈ દ્વારા વિકલ્પ આપવામાં આવે છે.
આપણ વાંચો: તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઇ રહ્યો ને! આવી રીતે જાણો
આધાર કાર્ડમાં અનેક ભૂલો એવી હોય છે કે જેમાં તમે ગમે એટલી વખત પણ કરેક્શન કરી શકો છો. પરંતુ કેટલીક ભૂલો એવી હોય છે કે જેને સુધારવા માટે એક કે વધુમાં વધુ બે જ ચાન્સ આપવામાં આવે છે.
એમાં પણ જો ભૂલો ના સુધારી શકાય તો જીવનભર આ ભૂલો સાથે જ રહેવું પડી શકે છે. આવો જોઈએ એવી કઈ વિગતો છે કે જેને સુધારવા માટે યુઆઈડીએઆઈ દ્વારા એક જ ચાન્સ આપવામાં આવે છે.
આધાર કાર્ડમાં કઈ ભૂલોને સુધારવા માટે તમારી પાસે એક જ ચાન્સ છે એની વાત કરીએ એ પહેલાં વાત કરીએ એવી માહિતી વિશે કે જેને તમે ગમે એટલી વખત બદલાવી શકો છો એની તો આ માહિતીમાં તમે એડ્રેસ ગમે એટલી વખત બદલાવી કો છો. પરંતુ જો વાત કરીએ એક જ વખત માહિતી સુધારવાની તો આધાર કાર્ડમાં તમને ડેટ ઓફ બર્થમાં સુધારો કરવા માટે એક જ મોકો આપવામાં આવે છે.
આપણ વાંચો: Assam સરકારનો ઘૂસણખોરી રોકવા મોટો નિર્ણય, આધાર કાર્ડ બનાવવા NRC નંબર ફરજિયાત
આ કારણે જ બર્થડેટ લખાવતી વખતે તમારે એક્સ્ટ્રા કેરફૂલ રહેવાની ભલામણ કરવામાં આવે છે. જો તમે પણ બર્થડેટમાં સુધારો કરવા માંગો છો તો ખૂબ જ કાળજીપૂર્વક કરો, નહીં તો તમારે આજીવન ખોટી ડેટ ઓફ બર્થ સાથે રહેવું જી શકે છે.
બર્થ ઓફ ડેટ સિવાય તમે તમારું જેન્ડર એટલે કે લિંગ લખવામાં કોઈ ભૂલ હોય તો એને સુધારવા માટે પણ તમને એક જ ચાન્સ આપવામાં આવે છે. જેમ જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ હોય એ જ રીતે તમે જેન્ડર લખવામાં થયેલી ભૂલને સુધારવા માટે એક જ ચાન્સ આપવામાં આવે છે અને જો તમે ત્યાં પણ લોચો મારશો તો તમારે આજીવન ખોટા જેન્ડર સાથે જ રહેવું પડશે.
આધાર કાર્ડ સંબંધિત આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ ચોક્કસ કરજો હં ને? આવી જ બીજી માહિતીસભર માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.