સર્વપિતૃ અમાસ પર તુલસીના આ ઉપાયોથી મળશે પિતૃઓના આશીર્વાદ, આટલું કરજો!

પિતૃપક્ષ પૂર્વજોની આત્માની મોક્ષ માટે સૌથી સર્વોત્તમ સમય ગણાય છે. પિતૃપક્ષનું બારમું શ્રાદ્ધ છે. આગામી 21 સપ્ટેમ્બરના પિતૃપક્ષના પૂર્ણ થશે જેના સર્વપિતૃ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે આસ્થા અને ખગોળીય ઘટનાનો સંયોજન થવા જઈ રહ્યું છે, કેમ કે પિતૃપક્ષના પૂર્ણવતી દિવસ સાથે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. જે આ દિવસને વધુ ખાસ બનાવે છે. આ દિવસે લોકો પોતાના પૂર્વજોનું સ્મરણ કરીને શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરશે, જેથી પિતૃઓની આત્માને શાંતિ મળે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે.
આપણ વાંચો: પિતૃપક્ષમાં પ્રયાગરાજનું મહત્વ: અહીં કરેલું દાન કેમ અક્ષય પુણ્ય આપે છે?
સર્વપિતૃ અમાવસ્યાનો ધાર્મિક મહિમા
ભાદરવા માસની અમાવસ્યા એટલે પિતૃપક્ષનો છેલ્લો દિવસ, જેને સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ ખાસ કરીને તે પૂર્વજો માટે કરવામાં આવે છે જેમની મૃત્યુની તારીખ ખબર ન હોય, તેમનું પણ શ્રાદ્ધ કે તર્પણ કરવામાં આવે છે.
આ દિવસે ભાવપૂર્વક કરેલા કર્મકાંડથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે, અને તેઓ પોતાના વંશજોને લાંબુ આયુષ્ય, ધન અને સુખના આશીર્વાદ આપે છે.
આપણ વાંચો: આજે પિતૃપક્ષનું દસમું શ્રાદ્ધ: પિતૃઓની આત્માની શાંતિ માટે મૃત્યુ બાદ પહેલુ શ્રાદ્ધ ક્યારે કરવું?
પિતૃ દોષ ઘટાડવાના ઉપાય
ધાર્મિક વિશ્વાસ મુજબ સર્વપિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓને સંતોષ થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાયો પિતૃ દોષને ઓછો કરી શકે છે, જેનાથી પરિવારમાં ખુશીઓનો વાસ થાય છે.
તુલસીની પૂજા, શુભ ફળદાયી
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે પીળો દોરો અથવા લાલ દોરો લો, તેમાં 108 ગાંઠ બાંધો અને પછી તેને તુલસીના કુંડામાં બાંધવાથી પરિવારમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધીમે-ધીમે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત, સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને 7 કે 11 વાર પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે.
સર્વપિતૃ અમાવસ્યા પર તુલસી માતાને લાલ ચુંદડી ચઢાવવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી દાંપત્ય જીવનમાં એકબીજા સાથે સમન્વય વધે છે અને ઘરમાં શાંતિ તેમજ પ્રગતિ આવે છે. નોંધનીય છે કે આ દિવસે તુલસી પર પાણી ચઢાવવું કે પાંદડા તોડવા અશુભ ગણાય છે, તેથી આ બાબતનું ધ્યાન રાખવું.