ઘરમાં પારિજાતનો છોડ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન…

હિન્દુ ધર્મમાં પારિજાતના છોડને અનોખું મહત્વનું સ્થાન મળ્યું છે. જેના સફેદ ફૂલો માત્ર સુંદર જ નથી, પરંતુ તે પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક પણ છે. આ ફૂલ, જે હરસિંગાર અને રાતની રાણીના નામે પણ ઓળખાય છે, આ ફૂલ મા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. ઘરમાં પારિજાતનું છોડ લગાવવાથી સમૃદ્ધિ, સુખ-શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતા છે. પરંતુ શું તમે જાણો છો કે પારિજાતના છોડને કઈ દિશામાં રાખવાથી માતા લક્ષ્મીની થાય છે વિશષ કૃપા?
કઈ દિશામાં રખવું જોઈએ પારિજાતનું છોડ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પારિજાતનું છોડ ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ દિશા) અથવા ઉત્તર દિશામાં લગાવવું સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાઓમાં છોડ લગાવવાથી ઘરની ઊર્જા સંતુલિત રહે છે અને પરિવારમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિમાં વધારો થાય છે. ખાસ કરીને ઉત્તર દિશામાં પારિજાત લગાવવાથી ધન લાભ, પ્રગતિ અને આર્થિક સ્થિરતા મળે છે. આ ઉપરાંત, ઘરના સભ્યોના જીવનમાં સફળતા અને સન્માનમાં પણ વધારો થાય છે.
આ નિયમોનું કરવું જોઈએ પાલન
પારિજાતનું છોડ ઘરમાં લગાવતી વખતે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. દક્ષિણ અને નૈઋત્ય ખૂણે (દક્ષિણ-પશ્ચિમ દિશા) આ છોડ લગાવવાથી બચવું જોઈએ, કારણ કે આ દિશાઓમાં તેનો અશુભ પ્રભાવ પડી શકે છે. આ ઉપરાંત, છોડને બાથરૂમ, ટોઈલેટ કે રસોડાની નજીક ન રાખવું, કારણ કે આ પવિત્ર છોડ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણનું પ્રતીક છે. છોડની આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ, અને જો તેના ફૂલો કે પાંદડા ખરી પડે તો તેને પગથી કચડવું એ અપમાનજનક ગણાય છે.

પારિજાતનું છોડ સોમવાર, શુક્રવાર કે ગુરુવારે લગાવવું સૌથી શુભ માનવામાં આવે છે. શુક્રવારે આ છોડ લગાવવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જ્યારે ગુરુવારે લગાવવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંનેનો આશીર્વાદ મળે છે. આ દિવસોમાં છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, અને પરિવારના સભ્યો પર ઈશ્વરની કૃપા રહે છે. આ નિયમોનું પાલન કરવાથી પારિજાતનું છોડ ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.