મન નબળું પડે તો અવગણતા નહીં, નબળુ મન શરીરને આ રીતે કરે છે અસર
સ્પેશિયલ ફિચર્સ

મન નબળું પડે તો અવગણતા નહીં, નબળુ મન શરીરને આ રીતે કરે છે અસર

Negative impact of mental health: માનસિક સ્વાસ્થ્ય એક અત્યંત મહત્ત્વપૂર્ણ વિષય છે. આપણા વિચારો, લાગણીઓ અને વર્તનને સંતુલિત રાખવાની ક્ષમતા એટલે આપણું માનસિક સ્વાસ્થ્ય. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, વિશ્વભરમાં લગભગ 7માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહી છે.

આ પાછળના મુખ્ય કારણોમાં સતત તણાવ, કામ અથવા અભ્યાસનું દબાણ, અપૂરતી ઊંઘ, અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામાજિક એકલતા અને નકારાત્મક વિચારો પણ માનસિક સ્વાસ્થ્યને નબળું પાડે છે. જે શરીર પર પણ નકારાત્મક અસર કરે છે. જે બહુ ગંભીર બાબત છે.

નબળા માનસિક સ્વાસ્થ્યની શરીર પર અસર

જ્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે, ત્યારે વ્યક્તિમાં હતાશા, ચિંતા, મૂડ સ્વિંગ અને ઓછું આત્મસન્માન જેવા લક્ષણો જોવા મળે છે. નિષ્ણાત મનોચિકિત્સકના જણાવ્યાનુસાર, સતત તણાવ અને ચિંતાને કારણે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઊંઘનો અભાવ, અને ભૂખમાં અસંતુલન થઈ શકે છે. આ સમસ્યાઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને પર નકારાત્મક અસર કરે છે.

નબળા માનસિક સ્વાસ્થ્યની અસર માત્ર મન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની શારીરિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો થાય છે. લાંબા સમયનો તણાવ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને અસંતુલિત કરી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડી શકે છે, જેનાથી શરીર વધુ સંવેદનશીલ બને છે. વધુમાં, માઈગ્રેન, માથાનો દુખાવો, માંસપેશીઓમાં તણાવ અને થાક જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટેના ઉપાયો

નિયમિત અને પૌષ્ટિક આહાર લો, અને પૂરતી ઊંઘ મેળવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ અપનાવો. તમારા વિચારો અને લાગણીઓને વિશ્વસનીય લોકો સાથે ખુલીને શેર કરો. દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો. સોશિયલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ કરો અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ. જો તમે કોઈ માનસિક સમસ્યા અનુભવી રહ્યા છો તો નિ:સંકોચ મનોચિકિત્સક અથવા થેરાપિસ્ટની મદદ લેવી જોઈએ.

આ પણ વાંચો…તમારી આ આદત દારૂ પીવા જેટલી જ છે ખરાબ, ધીરે ધીરે મગજ અને જીવનને કરે છે ખોખલું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button