પિતૃપક્ષમાં કયા કાર્યો કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે? જાણો આ 4 સરળ ઉપાય | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

પિતૃપક્ષમાં કયા કાર્યો કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે? જાણો આ 4 સરળ ઉપાય

ભાદરવા માસની પૂર્ણિમા, એટલે કે 7 સપ્ટેમ્બરે પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂક્યો છે. આજે પિતૃપક્ષો બીજો શ્રાદ્ધ છે. ગઈકાલે ચંદ્રગ્રહણ હોવાથી અડધો દિવસ જ શ્રાદ્ધ તર્પણ માટે સારો સમયગાળો હતો. આ સમયગાળો એવો હોય છે જ્યારે પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ, તર્પણ અને પૂજા-પાઠ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલાક શુભ કાર્યો કરવાથી સુખદ પરિણામો મળે છે અને પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે. આ વખતે પિતૃપક્ષ ભાદરવી પુનમ 7 સપ્ટેમ્બર, 2025 રવિવારે શરૂ થશે, જે ભાદરવી અમાસ 21 સપ્ટેમ્બર, 2025 રવિવારે સમાપ્ત થશે.

શુભ કાર્યોનું મહત્વ

પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની આત્માને શાંતિ આપવા માટે શ્રાદ્ધ અને તર્પણ સૌથી મહત્વના કાર્યો છે. આ ઉપરાંત, દાન, વ્રત, પંચબલિ કર્મ અને દીપક પ્રગટાવવા જેવા કાર્યો પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ કાર્યો દ્વારા પૂર્વજોનો આશીર્વાદ મળે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. આ ધાર્મિક પરંપરાઓ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે.

દાન અને વ્રત

હિન્દુ ધર્મમાં દાનને અત્યંત પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરીને કરવામાં આવેલું દાન શુભ ફળ આપે છે. આ દાનથી ન માત્ર પૂર્વજો પ્રસન્ન થાય છે, પરંતુ ઈશ્વરના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, જે દિવસે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ હોય, તે દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ છે. આ વ્રતથી આંતરિક શુદ્ધિ થાય છે અને પૂર્વજો તમારા દુઃખો દૂર કરે છે.

પિતૃપક્ષમાં પંચબલિ કર્મ એટલે કે ગાય, કૂતરો, કાગડો, કીડી અને માછલીને અન્ન અને જળ આપવું એ શુભ કાર્ય ગણાય છે. એવું માનવામાં આવે છે કે આ જીવોને આપેલું અન્ન પૂર્વજો સુધી પહોંચે છે. આ ઉપરાંત, ઘરની દક્ષિણ દિશામાં દીપક પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા પૂર્વજોની દિશા ગણાય છે. ચોમુખી દીપક પ્રગટાવવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

એવી માન્યતા છે કે પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોય છે. આથી પિતૃપક્ષ દરમિયાન પીપળના ઝાડ નીચે દીપક પ્રગટાવવો ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ કાર્યથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ-શાંતિનો અનુભવ થાય છે.

આ પણ વાંચો…પિતૃપક્ષમાં ચાર મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, અમુક રાશિના જાતકોનું ઉઘડી જશે ભવિષ્ય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button