સ્પેશિયલ ફિચર્સ

IIT રૂરકીની વિદ્યાર્થિનીએ ‘શીલા કી જવાની’ પર કર્યો ધમાકેદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર બબાલ

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા ડાન્સ વીડિયો વાયરલ થાય છે, પરંતુ તાજેતરમાં એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં IIT રૂરકીની વિદ્યાર્થિની બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફના જાણીતા ગીત ‘શીલા કી જવાની’ પર ડાન્સ કરતી જોવા મળે છે.

વીડિયોમાં ડાન્સ કરતી છોકરીનું નામ કોમલ સિંહ હોવાનું કહેવાય છે. આ ગીત માટે તેણે કેટરિના કૈફ જેવો જ લtક ધારણ કર્યો છે. આ વીડિયો કોલેજના એક કાર્યક્રમનો છે. ડાન્સ કરતી છોકરીએ પોતે તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આપણ વાંચો: અંજલિ અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ: ‘ડિલીટ થઈ શકે છે’ કેપ્શનથી ખળભળાટ!

આ વીડિયો એટલો વાયરલ થયો છે કે તેને દરેક જગ્યાએ શેર કરવામાં આવી રહ્યો છે. અસંખ્ય ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. ઘણા લોકો છોકરીના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક પોતાનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે.

https://www.youtube.com/shorts/l-AvslmUUKA?feature=share

એક યુઝરે લખ્યું હતું કે આજની પેઢી આઇટમ સોંગ્સ પર નાચવામાં વ્યસ્ત છે, હવે વિચાર કરો કે તેમનું ભવિષ્ય કેવું હશે. આ ડાન્સના વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ઘણા લોકો છોકરીના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેના કપડાં પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે..

એક યુઝરે કહ્યું કે છોકરી ખૂબ જ સારો ડાન્સ કરે છે, જ્યારે બીજા યુઝરે કહ્યું કે IIT જેવી કોલેજોમાં આવા ડાન્સ ન થવા જોઈએ. ઘણા લોકોનું કહેવું છે કે ડાન્સ કરવો ખોટું નથી, પરંતુ તે જે રીતે કરવામાં આવે છે તે યોગ્ય હોવું જોઈએ. આ વિડિઓ પર મિશ્ર ટિપ્પણીઓ મળી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button