સ્પેશિયલ ફિચર્સ

તમે પણ નવો જ સ્માર્ટફોન ખરીદ્યો છે તો પહેલાં આ વાંચી લો…

મુંબઈ: સ્માર્ટફોન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે અને દર બીજી વ્યક્તિ પાસે મોંઘોદાટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન જોવાની મળે છે અને જો તમે પણ હાલમાં જ નવો સ્માર્ટફોન ખરીદ્યો છે, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. તમે નવા સ્માર્ટ ફોનને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે તમારે ખાસ સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે સરકાર દ્વારા લેટેસ્ટ લૉન્ચ કરવામાં આવેલા Android 14 સ્માર્ટફોન સહિતના બીજા વર્ઝન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સરકારી એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ પહેલાં જ સર્ચ એન્જિન ગુગલ દ્વારા પણ યુઝર્સ માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો તમે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એપ્સ અપડેટ કરો છો તો પછી નવી એપ ડાઉનલોડ કરો છો, તો તમે અણધારી તકલીફમાં મુકાઈ શકો છો.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે, જે હેકર્સ માટે ડિવાઇસને કંટ્રોલ કરવા માટે પૂરતી છે. આની મદદથી હેકર્સ સરળતાથી યુઝરનો સેન્સિટિવ ડેટા ચોરી શકે છે. આવી પરિસ્થિતિમાં, તમારા ઓનલાઈન પેમેન્ટનું ઍક્સેસ સરળતાથી મેળવી શકાય છે અને હેકર્સ દ્વારા બેંકિંગ છેતરપિંડી પણ કરવામાં આવી શકે છે.

જો હાલમાં જ તમે પણ એન્ડ્રોઇડ 11, એન્ડ્રોઇડ 12, એન્ડ્રોઇડ 13 અને એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ ખરીદી છે તો તમારા સ્માર્ટફોન અથવા અન્ય ડિવાઈસને નુકસાન પહોંચાડી શકે છે.

આ જોખમથી બચવા માટેના સૌથી સરળ રસ્તાની વાત કરીએ તો સૌથી પહેલાં તો મોબાઈલની સિક્યુરિટી અપડેટ કરવી જોઈએ. ગૂગલ દ્વારા એક હાલમાં જ નવી સિક્યોરિટી સિસ્ટમ બહાર પાડવામાં આવી છે, જે યુઝર્સના એન્ડ્રોઇડ સ્માર્ટફોન હેકિંગના સંભવિત ખતરાથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત કોઈપણ થર્ડ પાર્ટી એપ દ્વારા ફોનને અપડેટ કરવાનો પ્રયાસ કરવો નહીં જોઈએ.

આ ઉપરાંત કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું પણ ટાળવું. આ સિવાય સામાન્ય રીતે દરેક મોબાઈલ યુઝરે પોતાના મોબાઈલ ફોનને દર થોડાક સમયે અપડેટ કરતા રહેવું જોઈએ, જેથી તે સ્મુધલી ચાલી શકે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani