સ્પેશિયલ ફિચર્સ

જો તમે પણ તમારૂ નામ બદલ્યું છે તો આ વાંચી લો! આ મહિલા નામના કારણે…

બ્રિટનઃ પોતાનું નામ બધાને ગમતું જ હોય છે, પછી ભલે તે ગમે તેવું હોય! પરંતુ શું તમને ખબર છે ઘણી વાર તમારૂ એ નામ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે, ખાસ કરીને સરકારી કામોમાં! ઘણાં એવા લોકો છે જે પોતાના નામમાં ફેરફાર પણ કરીને મનપસંદ નામ રાખી લેતા હોય છે. આવું જ બ્રિટનની એક મહિલા સાથે બન્યું છે. મહિલાએ પોતાનું નામ બદલીને અલગ રાખી લીધું હતું જેના કારણે અત્યારે તેનો પાસપોર્ટ નથી બની રહ્યો અને તે પરેશાન થઈ રહી છે.

મહિલાએ પોતાનું નામ બદલીને ‘પુડસી બેર’ રાખ્યું

બ્રિટનની એક મહિલાનું પહેલા આઈલીન ડી બોન્ટ નામ હતું. પરંતુ તેણે હવે પોતાનું નામ બદલીને ‘પુડસી બેર’ રાખ્યું છે. મહિલાએ આ નામ એક ચોક્કસ ઈરાદા સાથે રાખ્યું છે. તેણે 2009 માં આઈલીને ચિલ્ડ્રન ઇન નીડમાં પૈસા માટે પોતાનું નામ હરાજીમાં વેચી દીધું હતું. આ વખતે હરાજીમાં તેના નામની બોલી લગભગ રૂપિયા 4.4 લાખ લાગ્યા લાગી હતી. આઈલીનનું નવું નામ પુડસે બેર તેના તમામ દસ્તાવેજોમાં છે, તેમ છતાં પણ યુકે પાસપોર્ટ ઓફિસ તેને ઓળખ આપવાની ના પાડી દીધી છે. છેલ્લા 16 વર્ષ પછી પણ તે પોતાનો પાસપોર્ટ બનાવવા માટે કાનૂની લડાઈ લડી રહી છે.

પાસપોર્ટ ઓફિસેએ મહિલાને પાસપોર્ટ આપવાની ના પાડી દીધી

મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારી દસ્તાવેજથી લઈને બેંક ખાતામાં પણ આ મહિલાનું નામ પુડસે બેર પરંતુ યુકે પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ તેને પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો છે, તેમનું નામ “હળવાશભર્યું” ગણાવ્યું છે અને કોપીરાઈટ ઉલ્લંઘનનો હવાલો આપ્યો છે. જો કે, મહિલાએ પોતાના નામમાં ફરી ફેરફાર કરવાની ના પાડી દીધી છે. મહિલાએ કહ્યું કે, યૂટ્યુબ પર તેની ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. ટેરોટ કાર્ડનો વ્યવસાય પણ આ જ નામથી નોંધાયેલ છે. છતાં પણ 16 વર્ષ પછી પણ પાસપોર્ટ ઓફિસ તેમનું નામ “હળવું” કહી રહી છે તે જાણીને તે નિરાશ છે.

આ પણ વાંચો…અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…

નામના કારણે પણ લોકોને થવું પડે છે હેરાન

ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે નામના કારણે પણ કોઈ પરેશાન થઈ શકે છે તેવું સામે આવ્યું છે. મહિલા નામના કારણે પરેશાન થઈ રહી છે, તેમ છતાં પોતાનાસ નામમાં ફેરફાર કરવા માટે તૈયાર નથી. જો તમે તમારા નામમાં પણ કોઈ ફેરફાર કર્યો છે, તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નામના કારણે લોકોને ખૂબ હેરાન થવું પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button