સ્પેશિયલ ફિચર્સ

Pan Card લિંક નહીં હોય તો બંધ થઈ જશે SBIનું Bank Account?

તમારું પણ એસબીઆઈમાં એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે. વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં જો તમે તમારા એકાઉન્ટ સાથે Pan Card લિંક નહીં કર્યું હોય તો તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. જો તમને પણ આ પ્રકારનો કોઈ મેસેજ મળે તો એના પર વિશ્વાસ કરતાં પહેલાં તમારે એ મેસેજની હકીકત જાણી લેવી જોઈએ.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ બાબતે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે અને PIB દ્વારા પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી આ બાબતે માહિતી આપતી પોસ્ટ કરી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાક સમયથી ફ્રોડ કરનારા લોકો સ્ટેટ બેંકના નામે લોકોને મેસેજ કરી રહ્યા છે કે તમે તમારા એકાઉન્ટ સાથે Pan Card લિંક નહીં કરવા તો તમારું ખાતુ બ્લોક થઈ જશે.

પીઆઈબી દ્વારા પોતાની પોસ્ટમાં આગળ એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ સાથે જ તમને કોલ કે કોઈ લિંકની મદદથી પેનકાર્ડની માહિતી અપડેટ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો હોય તો એના પર વિશ્વાસ કરશો નહીં, કારણ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે.

PIBએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને એ વાતની જાણ કરવા માગે છે કે બેંક કોઈને પણ કોલ કે મેસેજ કરીને તેમના એકાઉન્ટ સંબંધિત માહિતી અપડેટ કરવાની સલાહ નથી આપતી. બેંક કોઈ પણ લિંક મોકલાવીને પેન ડિટેલ્સ અપડેટ કરવા નથી જણાવતી.

આ સાથે સાથે જ બેંક દ્વારા એપી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સાઈબર ફ્રોડનો શિકાર બને છે તો આવી પરિસ્થિતિમાં તે તેની ફરિયાદ સાઈબર ક્રાઈમ સેલમાં 1930 નંબર પર કે ઈમેલ report.phishing@sbi.co.in પર કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button