સ્પેશિયલ ફિચર્સ

ગ્લોબલ વોર્મિંગનું સંકટ: દુનિયાના તમામ ગ્લેશિયર પીઘળશે તો ભારતના આટલા રાજ્યો ડૂબી જશે!

કલ્પના કરો, એક દિવસ ધરતી પરના તમામ હિમાલય અને ગ્લેશિયરની બરફ એકસાથે પીઘળી જાય તો! આવા વિચાર માત્રથી લોકોના રૂવાંડા ઊભા થઈ જાય. જ્યારે પણ વિશ્વના તમામ બરફિલા પહાડોનો બરફ ઓગળે ત્યારે સમુદ્રની સપાટી લગભગ 70 મીટર ઊંચી આવી જાય છે. પણ શું તમે વિચાર કર્યો છે, કે આવું થાય તો ભારતના ક્યા રાજ્યો પહેલા પાણીમાં ગરકાવ થાય? વૈજ્ઞાનિકો પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનું સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે ભારતના અનેક રાજ્યોની સાથે દુનિયા પર પણ મોટું સંકટ લાવી શકે છે. કઈ રીતે તો જાણીએ વૈજ્ઞાનિક કારણ.

સમુદ્રનું સ્તર 70 મીટર ઊંચું થશે

જો ધરતી પરનો તમામ બરફ ઓગળી જશે સમુદ્રનું પાણી 230 ફૂટ એટલે કે 70 મીટર ઉપર આવી જશે. આ ફેરફારથી માત્ર કાંઠાના વિસ્તારો નહીં, પણ આખી માનવ સભ્યતા બદલાઈ જશે. ઘણા વૈજ્ઞાનિકો એવું અનુમાન લગાડી રહ્યા છે કે આ પ્રક્રિયામાં સદીઓ લાગશે, પણ હાલની જળવાયુ પરિવર્તનની ઝડપથી આ જોખમ હવે નજીક આવી ગયું છે.

ભારતના આ રાજ્યો પહેલાં ડૂબશે?

જો આવી કુદરતી આફત આપણા પર આવે તો ભારતના કિનારાના વિસ્તારોનો નકશો પહેલા બદલાવાની શક્યતાઓ રહે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠા પાણીમાં વિલીન થઈ જશે. કોલકાતા, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, કોચી અને કટક જેવા મોટા શહેરો પણ સંપૂર્ણપણે ડૂબશે. ગુજરાતનો કચ્છ વિસ્તાર, જે પહેલેથી જ સમુદ્ર નજીક છે, તો તો સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.

દુનિયાનો નકશો કેવો બદલાશે?
ન્યૂયોર્ક, ફ્લોરિડા, એમ્સ્ટરડમ, સાન ફ્રાન્સિસ્કો અને શાંઘાઈ જેવા વિશ્વના સૌથી મોટા દરિયાઈ કિનારા નજીકના શહેરો પણ પાણીમાં ડૂબલાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જો આવી કોઈ હોનારત આવે તો માલદીવ, ફિજી, શ્રીલંકા જેવા નાના ટાપુઓનું અસ્તિત્વ જ ખતમ! કોરલ રીફનો પણ સફાયો થશે. માછલીઓ અને સમુદ્રી જીવોની પ્રજાતિઓ ખતમ થશે, જેથી ખોરાક શૃંખલા રણ બગડી જશે.

આફતના પરિણામો કેટલા ભયાનક?

બરફ ઓગળવાથી તાપમાનમાં વધારો થશે. દુષ્કાળ, તોફાન અને ગરમી સંબંધિત આફતનું નિર્માણ થશે, જેનાથી કરોડો લોકો ઘર-જમીન ગુમાવશે. જળવાયુનું પલાયન શરૂ થશે અને દેશો વચ્ચે સંસાધનો માટે યુદ્ધ થશે છેડાય જશે. ભારત જેવા દેશોમાં આનાથી અર્થતંત્ર અને જીવનધોરણ બગડશે. જોકે જો આ પરિસ્થિતિનું નિર્માણ થયા પહેલા ડામી શકીએ છીએ. આપણે આજથી પર્યાવરણ બચાવવાનું કાર્ય શરૂ કરીએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button